વાયરલ

સોશિયલ મીડિયામાં આ ચા વાળો પોતાના મેનુના કારણે થઇ રહ્યો છે પ્રખ્યાત, મેનુ જોઈને તમે પણ બોલી ઉઠશો આ ચા છે કે તાવીજ

સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો અને તેમના અખતરાઓ વાયરલ થતા વાર નથી લાગતી, હાલ સોશિયલ મીડિયા ઉપર એક એવો જ ચા વાળો વાયરલ થઈ રહ્યો છે. આ ચા વાળની દુકાનનું નામ પણ ખુબ જ આકર્ષક છે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

ચા વાળાએ પોતાની દુકાનનું નામ રાખ્યું છે “કાલુ બેવફા ચાય વાલા”. જેટલું આકર્ષક તેની દુકાનનું નામ છે તેનાથી પણ વધારે તેનું મેનુ આકર્ષક છે. જેમાં અલગ અલગ ચાના નામ જોવા મળી રહ્યા છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

“કાલુ બેવફા ચાય વાલા”ની દુકાન ઉપર અલગ અલગ ચા મળે છે, જેના નામ પણ જાણે કોઈ બાબા તાંત્રિકના હોય તેવા હોય છે.

Image Source

“કાલુ બેવફા ચાય વાલા”ને ત્યાં પ્રેમમાં ધોખો મળેલા લોકો, પ્રેમી જોડા માટે, નવા પ્રેમીઓ માટે, મન ગમતો પ્રેમ મેળવવા માટે, અને એકલા લોકો માટે અલગ અલગ પ્રકારની ચા અને અલગ અલગ ભાવ સાથેની ચા જોવા મળે છે.

તો કાલુ બેવફા ચા વાળાની દુકાન ઉપર પત્ની દ્વારા પ્રતાડિત લોકો માટે મફતમાં ચા આપવામાં આવે છે. આ ચા વાળનું કહેવું છે કે 90% લોકોને પ્રેમની અંદર દગો મળે છે જેના કારણે તેને પોતાની ચાની દુકાનનું નામ “કાલુ બેવફા ચાય વાલા” રાખ્યું છે.

સોશિયલ મીડિયા ઉપર હવે આ ચા વાળો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો તો કોમેન્ટ કરીને જણાવી પણ રહ્યા છે કે આ ચા છે કે તાવીજ ?