તૃષા સોલંકીના હત્યારાના ફાંસી મળશે? કલ્પેશ ઠાકોરની માતા તેના બચાવમાં આવતા જ કહ્યું કે લફડું તો ચાલતું હતું બંને વચ્ચે

છોકરીના ય ફોન આવતા જ હતા, 10 મુ ભણતો હતો ત્યારનું લફડું ચાલે છે, હત્યારાના મમ્મીએ જાણો શું શું ખુલાસો કર્યો

ગુજરાતમાં માસૂમ દીકરીઓના હત્યાના કિસ્સાઓ કેટલાક સમયથી સામે આવી રહ્યા છે. ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતની ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેરમાં ફેનિલ ગોયાણી નામના યુવકે એક તરફી પ્રેમમાં ગળુ કાપી હત્યા નિપજાવી હતી જે બાદ વડોદરામાંથી આવો કિસ્સો સામે આવ્યો હતો. વડોદરાની તૃષા સોલંકીની કલ્પેશ ઠાકોર નામના યુવકે પાળિયાથી 10 જેટલા ઘા ઝીંકી હત્યા કરી હતી. જે બાદથી તૃષાના પરિવારજનો આરોપીને ફાંસીની સજા થાય અથવા તેનું એન્કાઉન્ટર થાય તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે ફૂલ જેવી માસૂમ દીકરીની હત્યા બાદથી તેના માતા-પિતાના હાલ તો રડી રડીને બેહાલ થઇ ગયા છે.

તૃષાની માતાએ કહ્યુ હતુ કે, આ મારી દીકરી નહીં પણ દીકરો હતી. PSIબનીને સમાજ સેવા કરવાની અને ક્ષત્રિય સમાજ માટે ગૌરવ વધારવાની તેની ઇચ્છા હતી. આરોપીને ફાંસી થવી જોઇએ, નહીં તો તેનું એનકાઉન્ટર કરી દો. ત્યારે હવે આરોપી કલ્પેશ ઠાકોરની માતા તેના બચાવમાં આવી છે. તેમણે કહ્યુ કે, કલ્પેશ જયારે 10માં ધોરણમાં ભણતો ત્યારથી તે બંને વચ્ચે હતુ. તેની માતાએ કહ્યુ કે, તે બંને વચ્ચે ત્રણ ચાર વર્ષથી લફરુ છે. તે છોકરીના ફોન પણ આવતા અને અમે ફોન ઉઠાવીએ તો તે એવું કહી કટ કરી દે કે કોણ બોલો તમે.

તેમણે કહ્યુ કે, મારા છોકરાને જેટલી બને એટલી ઓછી સજા થાય. તેમણે કહ્યુ કે, મારા છોકરાનો પણ વાંક છે પરંતુ છોકરીના પણ ફોન આવતા હતા. કલ્પેશની માતાનુ કહેવુ છે કે તે બંને વચ્ચે જે હતુ તે સંબંધ તૃષાના પરિવારજનોને મંજૂર ન હતો. તેની માતાએ કહ્યુ કે, એક વખત તેના ભાઇ અને પિતા અહીં રોડ પર આવ્યા હતા અને કહેતા હતા કે તમારો છોકરો મારી છોકરીને મળવા બોલાવે છે. તેઓ અમારી સાથે માથાકૂટ કરી હતી.

ત્યારે મારા છોકરાએ કહ્યું હતું કે છોકરીએ મળવા બોલાવ્યો હતો અને હું મળવા ગયો હતો એટલી મારી ભૂલ છે.છોકરીના પિતાના દબાણના કારણે મારા છોકરાએ છોકરી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ છોકરીના ફોન આવતા હશે એટલે એને વાત કરવાનું શરૂ કરી દીધું હશે. કલ્પેશના ભાઈ પિયુષ ઠાકોરના અનુસાર કલ્પેશ દોઢેક મહિનાથી નર્વસ રહેતો હતો. તે શાંતિથી બેસી રહેતો હતો.

તૃષાની માતાએ જણાવ્યું હતું, મારી દીકરી મને કલાકે કલાકે ફોન કરતી અને બધી જાણકારી આપી હતી અને મારી સાથે મિત્રની જેમ રહેતી, મારી દીકરી કોઈ પણ લોકોની સાથે માથાકૂટ કરતી ન હતી તેમ છતાં મારી દીકરી સાથે આવું કેમ બન્યું ?. આરોપીને મને સોંપી દો હું તેને કડકમાં કડક સજા આપીશ. તેમણે આગળ એવું કહ્યુ હતુ કે, જ્યારે સુરતની અંદર ઘટના બની હતી ત્યારે મે તેને સાવચેત રહેવાની સલાહ પણ આપી હતી.

Shah Jina