શું ફેનિલ ગોયાણીની જેમ તૃષાનો હત્યા કલ્પેશ ઠાકોર પણ છે સાયકો ? જુઓ તૃષાની હત્યા બાદ શું કર્યુ હતુ તેણે

હાલમાં સમગ્ર ગુજરાતમાં જો કોઇ કેસની ચર્ચા થઇ રહી હોય તો તે છે વડોદરાની તૃષા સોલંકીની હત્યાનો કેસ… વડોદરાની તૃષાની કલ્પેશ ઠાકોર નામના યુવકે એક તરફી પ્રેમમાં હત્યા કરી દીધી હતી. આરોપીએ યુવતિને પાળિયાના 10 જેટલા ઘા ઝીંક્યા હતા અને તેનો એક હાથ પણ કાપી નાખ્યો હતો. એક હાથ કયાયેલી 19 વર્ષિય વિદ્યાર્થીનીની લાશ મળી આવતા પોલિસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. જો કે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી અને હત્યાનો ભેગ ઉકેલી નાખ્યો હતો. જણાવી દઇએ કે, ગત ફેબ્રુઆરી મહિનામાં સુરતમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતિની એકતરફી પ્રેમમાં ફેનિલ ગોયાણી નામના યુવકે હત્યા કરી દીધી હતી તેમ તૃષાનો હત્યારો પણ સાઈકો હોય તેમ લાગી રહ્યું છે.

તૃષાની હત્યા બાદ કલ્પેશ બિન્દાસ્ત તેના ઘરે જઈને આરામથી સૂઈ ગયો હતો અને તૃષાનો ફોન બંધ કરી દીધો હતો અને પોતાનો ફોન ચાલુ રાખી સંતાડી દીધો હતો. જામ્બુવા નજીક મુજાર ગામડીની સીમમાં બનેલા આ હત્યાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી એસ ચૌહાણ, પીઆઇ આર એ જાડેજા અને અન્ય અધિકારીઓ જોડાયા હતા. યુવતિની લાશ મળી આવી હતી ત્યાંથી થોડે અંતરે એક એક્ટિવા અને યુવતિનું આધારકાર્ડ પણ મળી આવ્યુ હતુ. યુવતીના આધાર કાર્ડ પરથી પોલીસ તેના ઘેર પહોંચી અને પરિવારજનોની પૂછપરછ બાદ પોલીસે કલ્પેશ ઠાકોરને દબોચી લીધો હતો.

આરોપી કલ્પેશ ઠાકોરે હત્યા કર્યાનો સતત ઇન્કાર કર્યો હતો અને ત્યારે પોલિસે કલ્પેશના મિત્રને તેની સામે ઉભો કરી દીધો હતો. જ્યારે બનાવના સ્થળ પાસેના સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા હતા. જેથી તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી. તેણે યુવતિની હત્યા કર્યા બાદ તેની ઓઢણીથી પાળિયુ જે લોહીવાળુ હતુ તે સાફ કર્યુ અને તેનું એક્ટિવા લઇ જઇ એક કિમી દૂર છોડી દીધુ હતુ. હત્યા બાદ તેણે તૃષાનો મોબાઇલ પણ લઇ લીધો હતો અને તેને બંધ કરી દીધો હતો.

તેણે તૃષાનો મોબાઇલ બંધ કરીને પોતાની બાઇકમાં સિટ નીચે સંતાડી દીધો હતો. પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં તેણે મોબાઇલ  આપ્યો હતો. જો કે, આરોપીએ પોતાનો મોબાઇલ ફોન ચાલુ રાખ્યો હતો. જેથી પોલીસને તેનું લોકેશન મેળવવામાં સફળતા મળી હતી. કલ્પેશે જે પાળિયાથી તૃષાની હત્યા કરી હતી તેને દુકાનમાં છુપાવી દીધું હતું. જે કબજે લેવા પોલીસે તજવીજ કરી છે. 

Shah Jina