કલોલમાં બિચારા પરિવારને પણ ખબર નહોતી પડતી કે દીકરીએ આવું શું કામ કર્યું, સામાન ચેક કરતાં અભ્યાસના ચોપડામાંથી એવું મળ્યું કે

ખેડૂતની 23 વર્ષની દીકરીએ આવું કેમ કર્યું? જયારે પરિવારે સમાન ચેક કર્યો તો ચોપડામાંથી…

ગુજરાતમાંથી ઠેર ઠેર આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે, ખાસ કરીને યુવા વર્ગ. જે કોઈ પણ નાની નાની વાતે લાગી આવતા પણ આપઘાત કરી લે છે તો ઘણા લોકો પ્રેમ સંબંધોના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. તો ઘણીવાર ઘણી યુવતીઓને તેમના પ્રેમી એવી રીતે બ્લેકમેઇલ કરે છે કે તેમની પાસે છેલ્લો ઓપશન જીવન ટૂંકાવવાનો રહે છે.  (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આવી જ એક ઘટના હાલ સામે આવી છે ગાંધીનગરના કલોલ તાલુકાના નારદીપુરમાંથી. જ્યાં પ્રેમીએ પોતાની પ્રેમિકા સાથેના અંગત પળોના ફોટા મિત્ર વર્તુળ તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપતાં પ્રેમિકા એ કંટાળીને પોતાના ઘરે પંખે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ પ્રકરણથી અજાણ પરિવારજનોએ સમાજની બીકે રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. પરંતુ યુવતીના મોત બાદ બીજા દિવસે એટલે કે 26 મી ઓક્ટોબરના રોજ સામાજિક વિધિ પૂર્ણ કર્યા પછી પરિવારજનો દીકરીનો સામાન એકઠો કરી રહ્યા હતા. ત્યારે તેના અભ્યાસના ચોપડામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

જે વાંચીને પરિવારનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરેલો હતો કે ઋષિ દિનેશભાઈ પટેલ તેની સાથેના અંગત ફોટા મિત્ર વર્તુળનાં ગ્રુપ તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી વારંવાર સંબંધો બાંધવાની ધમકીઓ આપતો હતો. જે અંગે મૃતકના પિતાએ તપાસ કરતા નારદીપુરમાં રહેતો ઋષિ પટેલ બ્લેક મેઇલ કરતો હોવાથી તેણીએ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, સ્યુસાઇડ નોટનાં આધારે કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર કલોલનાં એક ગામે રહેતા ખેડૂતની 23 વર્ષીય પુત્રી સ્નાતક સુધી ભણેલી હતી. ગત. તા. 25 મી ઓક્ટોબરના રોજ ખેડૂત તેમના કલોલ ખાતેના નવા મકાન પર ગયા હતા. તે વખતે સાંજના સમયે તેમની પત્નીએ ફોન કરીને જાણ કરી હતી કે ભત્રીજીને તાવ આવતો હોવાથી તેને હું કલોલ પ્રાઈવેટ દવાખાને લઈ જાઉં છે. જેથી ખેડૂત પણ બારોબાર દવાખાને ગયા હતા. એ સમયે ઘરે તેમની દીકરી અને દીકરો તેમજ વૃદ્ધ માતા પિતા હાજર હતા. તે વખતે દીકરી ઘરમાં કામ કરી રહી હતી અને વૃદ્ધ દાદી બહાર વાસણ ઘસી રહ્યા હતા અને તેમનો પુત્ર પણ ઘરની બહાર બેઠો હતો.

ત્યારે અચાનક બહેનની બૂમ પડી અવાજ આવતાં બહાર બેઠેલો ભાઈ અંદર દોડી ગયો હતો. જેણે ઘણી બૂમો પાડવા છતાં અંદરથી કોઈ પ્રત્યુત્તર મળતો ન હતો. ત્યારબાદ એકઠા થયેલા લોકોએ ધક્કો મારીને દરવાજો ખોલી નાખ્યો હતો. ત્યારે યુવતી પંખાએ દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જેથી આ બનાવની જાણ થતાં ખેડૂત પણ ઘરે દોડી આવ્યાં હતા.

Niraj Patel