ફિલ્મી દુનિયા

લગ્ન વગર માં બનેલી બૉલીવુડ અભિનેત્રીએ દીકરીનું નામ એવું રાખ્યું કે માથું ખંજવાળતા રહી જશો

બોલીવુડ એક્ટ્રેસ કલ્કિ કોચલીનની જિંદગીમાં વધુ એક મહેમાનનું આગમન થયું છે. કલ્કિને આ પળની છેલ્લા ઘણા સમયથી રાહ જોતી હતી. આખરે એ સમય આવી ગયો હતો. કલ્કિએ શુક્રવારે નાની પરીને જન્મ આપ્યો હતો. કલ્કિ છેલ્લા ઘણા સમયથી તેની પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિએ 2019ના અંતમાં તેની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. કલ્કિ છેલ્લા ઘણા સમયથી બોયફ્રેન્ડ હર્શબર્ગને ડેટ કરી રહી છે. બંને હજુ સુધી લગ્ન નથી કર્યા. કલ્કી તેની પ્રેગ્નેન્સીને લઈને ઘણી ઉત્સાહિત હતી. છેલ્લા ઘણા સમયથી બાળકને લઇને ઉત્સાહિત હતી.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

માતા બન્યા બાદ કલ્કિ ઘણી ખુશ છે. બાળકને જન્મ આપ્યા બાદ તેની પહેલી તસ્વીર પણ સામે આવી ચુકી છે. આ તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ઘરના નાની પરીનું આગમન થતા કલ્કી ઘણી ખુશ છે. સોશિયલ મીડિયામાં ન્યુલી બોર્ન બેબીનો પરિચય આપ્યો હતો. કલ્કિએ પરીના નાના ફૂટપ્રિન્ટ્સની એક તસ્વીર શેર કરી છે. કલ્કિએ તેની બાળકીનું નામ પણ શેર કર્યું છે આ સાથે જ તેને ઈમોશન્સ પણ શેર કર્યા છે. કલ્કિએ તેની બાળકીનું નામ રાખ્યું છે Sappho.

કલ્કિએ ઈમોશન્સ શેર કરીને જણાવ્યું હતું કે, મહિલા કેટલા કષ્ટ સાથે બાળકને જન્મ આપે છે. તેમાં છતાં પણ તેને સન્માન નથી મળતું. જેની તે હકદાર છે. બાળકને જન્મ આપવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થવું પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, Sappho એક મહિલા હતી. જેનો જન્મ 7મી સદીમાં લેસબોસ દ્વીપના એક સંપન્ન પરિવારમાં થયો હતો. જયારે Sappho ત્યારે તે કવિયત્રી બની હતી. લેસબેસમાં પેદા થવાને કારણે તેને પહેલી લેસ્બિયન કવિ પણ કહેવામાં આવ્યું હતું. Sapphoએ કવિતાની એક વિદ્યાની રચના કરી હતી જેને Sapphicના રૂપમાં ઓળખવા આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિએ તેની નાની પરી સાથેની તસ્વીર શેર કરી હતી. જેમાં તે હોસ્પિટલની ટિમ સાથે નજરે આવી રહી છે. આ તસ્વીર શેર કરતાની સાથે કલ્કિએ લખ્યું હતું કે, ટ્યૂલિપ વુમન કેરની આખી ટીમી હું આભારી છું. 17 કલાક સુધી ઝઝૂમ્યા બાદ હું હાર માની ગઈ હતી. મેં ડોક્ટરોને વિનંતિ કરી કે, મારા બાળકને કંઈ પણ કરીને દુનિયામાં લઇ આવો. ડોક્ટરોએ કહ્યું હતું કે, તમે આટલી મહેનત કરીને બર્થ વોટર કરવાની કોશિશ કરી છે તમારે હિંમત ના હારવી જોઈએ. એક કલાક બાદ Sapphoનો જન્મ થયો હતો. તમારી ટીમે બહુ જ સારું કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિએ કહ્યું હતું કે, જયારે તેના પરિવારજનોને તેની પ્રેગનેન્સીનું જણાવ્યું હતું હતું ત્યારે પરિવારે કેવી પ્રતિક્રિયા આપી હતી. કલ્કિએ કહ્યું હતું કે, તેને એ વાતની ખુશી છે કે તેના અને ગાય હર્શબર્ગના પરિવારવાળા ઘણા અપરંપરાગત છે.
વધુમાં કલ્કિએ કહ્યું હતું કે, અમારા પરિવારજનો ઘણા અપરંપરાગત છે લગ્ન અને બીજી વસ્તુને લઈને પરંપરાગત વિચાર નથી રાખતા.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

જણાવી દઈએ કે, કલ્કિએ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સાથે વર્ષ 30 એપ્રિલ 2011માં લગ્ન કર્યા હતા. બન્નેએ તેની સહમતીથી 2013માં અલગ થઇ ગયા હતા અને 2015માં છૂટાછેડા થઇ ગયા હતા. પરંતુ હજુ પણ અનુરાગ અને કલ્કિ એક સારા મિત્ર છે. બન્ને સાથે ઘણીવાર પાર્ટીમાં એકબીજા સાથે જોવા મળે છે. અનુરાગના આ બીજા લગ્ન જયારે કલ્કિના આ પહેલા લગ્ન હતા.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિએ થોડા મહિના પહેલા જ તેના બોય ફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાથેના સંબંધને ઓફિશિયલ કર્યો હતો. કલ્કિ ગલી બોય અને સેક્રેડ ગેમ્સ-2માં તેના પ્રદર્શન બાદ કલ્કિ ફિલ્મ સ્કોલરશીપ અને વેબ સિરીઝ ભ્રમમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.