17 કલાક સુધી દર્દમાં કણસતી રહી રણવીર સિંહની હિરોઈન, ડોકટરો પાસે માંગી ભીખ ત્યાં જ થયો બાળકીનો જન્મ
Posted onAuthorUrvi PatelComments Off on 17 કલાક સુધી દર્દમાં કણસતી રહી રણવીર સિંહની હિરોઈન, ડોકટરો પાસે માંગી ભીખ ત્યાં જ થયો બાળકીનો જન્મ
બૉલીવુડ અભિનેત્રી કલ્કી કોચલીન અમુક દિવસ પહેલા જ માતા બની છે. કલ્કિએ ક્યૂટ દીકરીને જન્મ આપ્યો છે. અમુક સમય પહેલા કલ્કિએ પોતાની દીકરીના નામનો ખુલાસો પણ સોશિયલ મીડિયા દ્વારા આપ્યો હતો. કલ્કિએ પોતાની દીકરીનું નામ ‘સૈફો’ રાખ્યું છે.
ગર્ભાવસ્થાના દિવસોમાં પણ કલ્કિએ પોતાની ફિટનેસ અને સ્વાસ્થ્યનું ખુબ જ ધ્યાન રાખ્યું હતું, જેને લીધે જ કદાચ કલ્કી વોટર બર્થ ટેક્નિક દ્વારા દીકરીને જન્મ આપવામાં સફળ રહી છે. એવામાં હવે કલ્કિએ વોટર બર્થ દ્વારા દીકરીને જન્મ આપવાનો અનુભવ શેર કર્યો છે.
કલ્કિએ વોટર બર્થ ડીલીવરીની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા કૈપ્શનમા લખ્યું કે,”‘Doula…(વોટર બર્થનાં સમયે મદદ કરતી સહાયક મહિલા)આ શબ્દનો અર્થ હું સમજી શકી ન હોત જો હું દિકરીને જન્મ ન આપતી. આ એક ગ્રીક એન્શિયેન્ટ શબ્દ છે જેનો અર્થ એક ‘સહાયક મહિલા’ થાય છે. ગર્ભાવસ્થાના સમય દરમિયાન અને લેબર અને ડિલિવરી પછીના સમય માટે એક મહિલા માટે તે સપોર્ટ સિસ્ટમ છે. મને તેના ફંક્શન વિશે જાણ ન હતી જ્યા સુધી કે હું પોતે ગર્ભવતી ન થઇ. તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે તમે તેના વિશે કેટલું વાંચ્યું છે કે ડોક્ટરને પૂછ્યું છે. બાળકના જન્મના સમયે ખુબ ચુનૌતીઓ આવે છે અને તે તમને પણ જાણ થઇ શકે જો તમારી સાથે તે થાય.”
કલ્કિએ આગળ લખ્યું કે,”Doula ગર્ભવતી મહિલાઓને મસાજ આપે છે, સ્વાસ લેવાની ટેક્નિક જણાવે છે અને લેબરના સમયના વ્યાયામ વિશે પણ જણાવે છે. આ તસ્વીરમાં હું Doula ની સાથે છું. તેમણે મારો હાથ પકડી રાખ્યો છે અને મને પ્રોત્સાહન આપી રહી છે. મને નથી લાગતું કે હું આ બધું તેના વગર સહન કરી શકું તેમ હતી.”
કલ્કીએ આગળ લખ્યું કે,”ટ્યૂલિપ વુમેન કેરની પુરી ટિમ અને મારા ડોકટર્સનો ખુબ ખુબ આભાર જેમણે મારી સાથે 17 કલાક સુધી સપોર્ટ કર્યો. હું ખુબ જ થાકી ગઈ હતી અને મેં તેઓને કહ્યું કે કંઈપણ કરીને હવે બાળકની ડિલિવરી કરો અને તેઓ આવું કરી પણ શકતા હતા, છતાં પણ તેઓએ આવું ન કર્યું.
તેઓએ મને કહ્યું કે વોટર બર્થ માટે તું ખુબ જ દૂર સુધી આવી છે અને હવે તારે એક પ્રાકુતીક રીતે જ વોટર બર્થ દ્વારા બાળકને જન્મ આપવાનો રહેશે. જેના એક કલાક પછી સૈફોનો જન્મ થયો. તમારા બધાનું કામ ખુબ જ શાનદાર છે.”
જણાવી દઈએ કે કલ્કિએ એક સમયે અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા, પણ અમુક સમય પછી બન્નેનાં છૂટાછેડા થઇ ગયા હતા. કલ્કિએ હાલ પોતાના બોયફ્રેન્ડ ગાય હર્ષબર્ગની દીકરીને જન્મ આપ્યો છે જો કે બંન્નેએ લગ્ન કર્યા નથી, કલ્કી લગ્ન પહેલા જ પોતાના પહેલા સંતાનને જન્મ આપવા માગતી હતી. કલ્કી બોલીવુડની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ
અક્ષય કુમારની હિરોઈન એમી જૈક્સન જલ્દી જ માં બનવાની છે. પરંતુ નવાઈની વાત છે કે, એમીએ હજુ સુધી લગ્ન નથી કર્યા. એમી માટે થઈને હાલમાં જ તેના બોયફ્રેન્ડે ગોદ ભરાઈ (શ્રીમંત)નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. View this post on Instagram ⌛️ #week35 A post shared by Amy Jackson (@iamamyjackson) on Aug 24, 2019 Read More…
બોલીવુડના એક માત્ર ખિલાડી એવા અભિનેતા અક્ષય કુમારની સુરક્ષામાં એક વ્યક્તિ હંમેશા તેની સાથે હાજર જ રહે છે, અને તે છે શ્રેયસ ઠેલે. શ્રેયસ અક્ષયના બોડીગાર્ડ છે અને તે પળછાયાની જેમ તેની સાથે જ રહે છે. તેનો મગજ અને આંખો ચારે તરફ ફરતા જ હોય છે જેથી કોઈપણ પોતાના માલિક અક્ષય કુમારને નુકસાન ન પહોંચાડી Read More…
બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસ ઘણી વાર સાથે જોવા મળે છે. પ્રિયંકા અને નિક ઘણી વાર ચર્ચામાં રહે છે. બને સોશિયલ મીડિયામાં તસ્વીર અને ફોટો શેર કરતા રહે છે. ફૅન્સને પણ પ્રિયંકા અને નિકનો આ અંદાજ બહુજ પસંદ છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એક વિડીયોમાં નજરે આવ્યા છે. Read More…