મનોરંજન

લગ્ન પહેલા બોલીવુડની વધુ એક એક્ટ્રેસ થઇ પ્રેગ્નેન્ટ, લોકોએ સોશિયલ મીડિયામાં કરી ટ્રોલ- કહ્યું કે, તારો પતિ ક્યાં છે ?

બૉલીવુડ એક્ટ્રેસ કલ્કિ કોચલીન પ્રેગ્નેન્ટ છે. તે જલ્દી જ તેના પહેલા બાળકને જન્મ આપશે. કલ્કિએ થોડા સમય પહેલા જ તેના પ્રેગ્નેન્સી વિષે કહ્યું હતું. કલ્કિ કોચલીનની જલ્દી જ એક વેબસીરીઝ રિલીઝ થશે. કલ્કિએ તેની વેબ સિરીઝ ‘ભ્રમ’ના પ્રમોશન દરમિયાન મીડિયા સાથે વાત કરી હતી.

જણાવી દઈએ કે, કલ્કિનો ઇઝરાયલના શાસ્ત્રીય પિયાના વાદક ગાય હર્ષબર્ગને ડેટ કરી રહી છે. કલ્કી જલ્દી જ તેના પહેલા બાળકને જન્મ આપશે. કલ્કિએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે પ્રેગ્નેન્ટ છે અને તેને 5મોં મહીનો ચાલી રહ્યો છે. કલ્કિએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના પ્રેગનેંન્સીની એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં તે સોફા પર પ્રેગનેંન્સીની પળોને મહેસુસ કરતી નજરે ચડે છે.

આ તસ્વીર શેર કરતા કલ્કીએ લખ્યું હતું કે, તે જુલાઈથી બેબી બંમ્પ કવર કરવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ સપ્ટેમ્બરમાં તો તેને ચેન બંધ કરવાનું પણ મુશ્કેલ થઇ ગયું હતું. કલ્કિ તેની પ્રેગ્નેન્સીને લઈને ઘણી ઉત્સાહી છે. આ તસ્વીરમાં કલ્કિ સફેદ ડ્રેસમાં નજરે ચડે છે, જેમાં તે બહુ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસ તેનો સ્ટાઇલિશનો પણ આભાર વ્યક્ત કર્યો હતો કે તે દરરોજ તેના બેબી બમ્પને કવર કરવા માટે નવી-નવી ટેક્નિક અપનાવે છે. કલ્કિએ સાથે એ પણ ખુલાસો કર્યો હતો કે, તે તેના બાળકને પાણીમાં જન્મ આપશે.

 

View this post on Instagram

 

Happiness is sharing a towel😅

A post shared by Kalki (@kalkikanmani) on

એક વાતચીતમાં કલ્કિએ જણાવ્યું હતું કે, તેની પ્રેગ્નેન્સીને લઈને સોશિયલ મીડિયામાં ટ્રોલર્સ તેને ટ્રોલ કરે છે. કલ્કિએ તેને જણાવ્યું હતું કે, તેની પ્રેગનેંન્સીને વાતને લઈને તેને ટ્રોલિંગનો સામનો કરવો પડશે. પરંતુ તેને વધારે કંઈ ફેર નથી પડતો. કલ્કીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ તેને પૂછે છે કે, તે પ્રેગ્નેન્ટ છે તો તેનો પતિ ક્યાં છે. એટલું જ નહીં ટ્રોલર્સ તેને કપડાને લઈને પણ જ્ઞાન પીરસે છે. પરંતુ ટ્રોલર્સને લઈને કલ્કિને કોઈ વધારે ફેર નથી પડતો.
કલ્કિએ કહ્યું હતું કે તે છેલ્લા 10 વર્ષથી ઈન્ડસ્ટ્રીઝમાં છે, ત્યારે તેના હવે ટ્રોલર્સની વાતને ટાળવાની આદત પડી ગઈ છે.

 

View this post on Instagram

 

Bump celebrations…

A post shared by Kalki (@kalkikanmani) on

જણાવી દઈએ કે, કલ્કિએ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. બન્નેએ તેની સહમતીથી 2013માં અલગ થઇ ગયા હતા અને 2015માં છૂટાછેડા થઇ ગયા હતા. પરંતુ હજુ પણ અનુરાગ અને કલ્કિ એક સારા મિત્ર છે. બન્ને સાથે ઘણીવાર પાર્ટીમાં એકબીજા સાથે જોવા મળે છે.


કલ્કિએ થોડા મહિના પહેલા જ તેના બોય ફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાથેના સંબંધને ઓફિશિયલ કર્યો હતો. કલ્કિ ગલી બોય અને સેક્રેડ ગેમ્સ-2માં તેના પ્રદર્શન બાદ કલ્કિ ફિલ્મ સ્કોલરશીપ અને વેબ સિરીઝ ભ્રમમાં નજરે આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.