મનોરંજન

લગ્ન પહેલા માતા બની રણવીર સિંહની આ હિરોઈન, આપ્યો નાની પરીને જન્મ-ચાહકો ચોંકી ગયા…

બોલીવુડ એક્ટ્રેસ કલ્કિ કોચલીનની જિંદગીમાં વધુ એક મહેમાનનું આગમન થયું છે. કલ્કિને આ પળની છેલ્લા ઘણા સમયથી રાહ હતી. આખરે એ સમય આવી ગયો છે. કલ્કિ છેલ્લા ઘણા સમયથી તેની પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિએ એક નાની પરીને જન્મ આપ્યો છે. કલ્કિએ 7 ફેબ્રુઆરી એ બાળકીને જન્મ આપ્યો હતો. કલ્કિએ 2019ના અંતમાં તેની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. કલ્કિ છેલ્લા ઘણા સમયથી બોયફ્રેન્ડ હર્શબર્ગને ડેટ કરી રહી છે. બંને હજુ સુધી લગ્ન નથી કર્યા. કલ્કી તેની પ્રેગ્નેન્સીને લઈને ઘણી ઉત્સાહિત હતી. છેલ્લા ઘણા સમયથી બાળકને લઇને ઉત્સાહિત હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

માતા બન્યા બાદ કલ્કિ ઘણી ખુશ છે. બાળકને જન્મ આપ્યા બાદ તેની પહેલી તસ્વીર પણ સામે આવી ચુકી છે. આ તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ઘરના નાની પરીનું આગમન થતા કલ્કી ઘણી ખુશ છે. સોશિયલ મીડિયામાં ન્યુલી બોર્ન બેબીનો પરિચય આપ્યો છે. કલ્કિએ પરીના નાના ફૂટપ્રિન્ટ્સની એક તસ્વીર શેર કરી છે. કલ્કિએ તેની બાળકીનું નામ પણ શેર કર્યું છે આ સાથે જ તેને ઈમોશન્સ પણ શેર કર્યા છે. કલ્કિએ તેની બાળકીનું નામ રાખ્યું છે Sappho.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિએ ઈમોશન્સ શેર કરીને જણાવ્યું હતું કે, મહિલા કેટલા કષ્ટ સાથે બાળકને જન્મ આપે છે. તેમાં છતાં પણ તેને સન્માન નથી મળતું. જેની તે હકદાર છે. બાળકને જન્મ આપવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થવું પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિએ કહ્યું હતું કે, જયારે તેના પરિવારજનોને તેની પ્રેગનેન્સીનું જણાવ્યું હતું હતું ત્યારે પરિવારે કેવી પ્રતિક્રિયા આપી હતી. કલ્કિએ કહ્યું હતું કે, તેને એ વાતની ખુશી છે કે તેના અને ગાય હર્શબર્ગના પરિવારવાળા ઘણા અપરંપરાગત છે.
વધુમાં કલ્કિએ કહ્યું હતું કે, અમારા પરિવારજનો ઘણા અપરંપરાગત છે લગ્ન અને બીજી વસ્તુને લઈને પરંપરાગત વિચાર નથી રાખતા.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

મારી માતાએ મને કહ્યું હતું કે, જો તું બીજી વાર લગ્ન કરે ત્યારે તું સુનિશ્ચિત થઇ જજે આ તારી જિંદગી છે. કલ્કિએ કહ્યું હતું કે, મારી માતાએ એ માટે કહ્યું કે, મારા પહેલા છૂટાછેડા થઇ ગયા છે. તેથી તેને લગ્નની બહુ ઉતાવળ નથી.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

જણાવી દઈએ કે, કલ્કિએ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સાથે વર્ષ 30 એપ્રિલ 2011માં લગ્ન કર્યા હતા. બન્નેએ તેની સહમતીથી 2013માં અલગ થઇ ગયા હતા અને 2015માં છૂટાછેડા થઇ ગયા હતા. પરંતુ હજુ પણ અનુરાગ અને કલ્કિ એક સારા મિત્ર છે. બન્ને સાથે ઘણીવાર પાર્ટીમાં એકબીજા સાથે જોવા મળે છે. અનુરાગના આ બીજા લગ્ન જયારે કલ્કિના આ પહેલા લગ્ન હતા.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિએ થોડા મહિના પહેલા જ તેના બોય ફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાથેના સંબંધને ઓફિશિયલ કર્યો હતો. કલ્કિ ગલી બોય અને સેક્રેડ ગેમ્સ-2માં તેના પ્રદર્શન બાદ કલ્કિ ફિલ્મ સ્કોલરશીપ અને વેબ સિરીઝ ભ્રમમાં નજરે આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.