અજબગજબ

“કલીયો કા ચમન” ગીતનું તુર્કી વર્જન આ નેત્રહીન વ્યક્તિના સ્વરમાં સાંભળીને તમે પણ મંત્રમુગ્ધ થઇ જશો, વાયરલ થઇ રહ્યો છે વિડીયો

બોલીવુડની અંદર ઘણા હિન્દી ગીતો એવા છે જે આજે પણ સાંભળવાના ખુબ જ ગમતા હોય છે. ત્યારે આ હિન્દી ગીતોને જયારે વિદેશના લોકો તેમના આગવા અંદાજ સાથે રજૂ કરે ત્યારે તેને સાંભળવાની મજા જ કંઈક અલગ હોય છે.

Image Source

હાલમાં જ એક તુર્કી નેત્રહીન ગાયક દ્વારા 1980માં આવેલી ફિલ્મ “જ્યોતિ”નું ખુબ જ સુંદર અને પ્રખ્યાત ગીત “કલીયો કા ચમન” તુર્કી વર્જનમાં ગાયું અને તેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

Image Source

આ ગીત ગાયું છે બિલાલ ગોરેગેને. જે તુર્કીનો એવો સ્ટ્રીટ સંગીતકાર છે જેને “બાઇબિંગ કૈટ મીમ્સ”માં અભિનય કર્યો હતો. અને હવે આ “કલીયો કા ચમન” ગીતને લઈને તે ફરીવાર ચર્ચામાં આવવા લાગ્યો છે.

Image Source

લગભગ 5 દિવસ પહેલા બિલાલ ગોરેગેનએ બગીચાની અંદર દારુકા વગાડતા કલીયો કા ચમન ગીતની પ્રસ્તુતિ કરી હતી. આ હિન્દી ગીતનું તુર્કી સંસ્કરણ ખુબ જ અદભુત હતું. બિલાલે પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આ ગીતને રજૂ કર્યું અને તે અત્યારે ખુબ જ વાયરલ થઇ ગયું છે.

Image Source

આ ઉપરાંત પણ બિલાલ ઘણા ગીતો પોતાના આગવા અંદાજમાં રજૂ કરે છે અને પોતાના યુટ્યુબ ચેનલ દ્વારા તેને પોસ્ટ કરે છે. જોત જોતામાં જ તેના ગીતો દુનિયાભરમા ધૂમ મચાવી દે છે. તમે પણ જુઓ આ વાયરલ થયેલું “કલીયો કા ચમન ગીત”