આને કહેવાય બહાદુરી…!! આ 12 વર્ષના છોકરાનો એક હાથ છે અઢી કિલોનો, લોકો રાક્ષસનું બાળક કહીને ઉડાવતા હતા મજાક, પછી કર્યું એવું કે……
સની દેઓનો એક આ ડાયલોગ ખુબ જ ફેમસ છે, “ઢાઈ કિલો કા હાથ હે…” આપણે આ ડાયલોગ ઘણીવાર બોલ્યા હશે, પરંતુ શું તમે કોઈ વ્યક્તિનો ખરેખર અઢી કિલોનો હાથ જોયો છે ખરો ? મોટાભાગના લોકોનો જવાબ ના હશે, પરંતુ આવું એક 12 વર્ષના છોકરા સાથે બન્યું છે અને તેના એક નહિ પરંતુ બંને હાથ અઢી અઢી કિલોના છે.
આ 12 વર્ષના છોકરાને તેના હાથ કરતા વધારે વજન લોકોના મહેણાં ટોણાનું લાગતું હતું. 12 વર્ષના આ છોકરાનું નામ છે કલીમ. તેને બાળપણથી જ આ બધું સહન કર્યું છે, પરંતુ સમયની સાથે તેના તેની આ કમજોરીને તેની તાકાત બનાવી લીધી. હવે કલીમ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને તેને અહીંયા ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. કલીમને હવે તેની કમજોરીનો અહેસાસ નથી થતો અને તેનું સપનું સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર બનાવાનું છે.
ઝારખંડના બોકારો શહેરમાં રહેવા વાળા મોહમ્મદ કલીમના હાથ બાળપણમાં થોડા અલગ હતા. પરિવારના લોકો તે સમયે કઈ સમજી ના શક્ય. બાદમાં તેની સારવાર કરાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ ફર્ક ના પડ્યો.
કલીમના હાથમાં તકલીફ હોવાના કારણે તે ફોન પણ સરખી રીતે ચલાવી શકતો નહોતો, તે તેના કાકાની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વીડિયો બનાવીને પોસ્ટ કરે છે. ક્લીમે જણાવ્યું કે તેના કાકાએ જ તેને સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવાનો આઈડિયા આપ્યો. તેની સાથે તેના કાકા આસિફ પણ વીડિયોમાં જોવા મળે છે.
કલીમ પોતાને પડેલી તકલીફો વિશે જણાવતા કહે છે કે “મુશ્કેલી તો મને ખાસ કરીને કપડાં પહેરવામાં આવે છે. બાકી ખાવામાં અને નાહવામાં માતા મદદ કરે છે. જેના કારણે એટલી તકલીફ નથી થતી.” ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા એવા વીડિયો છે જેમાં કલીમ પોતાની જાતે કસરત કરતો અને ખાવાનું ખાતો જોવા મળે છે.
પોતાની સારવાર ના થવા ઉપર કલીમ જણાવે છે કે એક પૈસા વાળા વ્યક્તિએ મારી સારવાર માટે પૈસા ખર્ચ કર્યા હતા, પરંતુ કઈ બદલ્યું નહિ. હાથ પહેલા જેવા જ રહ્યા. અને હવે તે સારવાર માટે વધારે નથી વિચારતો. તે એમ પણ કહે છે કે જે પણ લોકો મને ચીડવે છે તેમને હું એમ જ કહું છું કે ભાઈ મને કુદરતે આવો બનાવ્યો છે, હું શું કરી શકું ?”