કલાવંતી કિલ્લો : દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, આના પર ચઢવાના ચક્કરમાં અત્યાર સુધી ઘણા લોકોનો ગયો જીવ
ભારતમાં રાજાઓના એવા કેટલાક કિલ્લાઓ છે જે ઘણા ખૂબસુરત છે પરંતુ ખતરનાક પણ છે. મહારાષ્ટ્રના માથેરાન અને પનવેલ વચ્ચે સ્થિત એક એવો જ કિલ્લો છે. જેને ભારતનો ખતરનાક કિલ્લો માનવામાં આવે છે. આ કિલ્લાને પ્રબલગઢ કિલ્લાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ કિલ્લો કલાવંતી કિલ્લાના નામે મશહૂર છે.
આ કિલ્લાને ભારતનો સૌથી ખતરનાક કિલ્લો કહેવામાં આવે છે. પ્રબલગઢ 2300 ફૂટ ઊંચી પહાડી પર બનેલો છે. આ કારણે ત્યાં ઘણા ઓછા લોકો આવે છે અને જે આવે છે તે સૂરજ ઢળ્યા પહેલા જ પાછા જતા રહે છે. આ કિલ્લાના ચઢાણને કારણે કોઇ માણસ અહીં લાબાં સમય સુધી નથી રહી શક્તો અને અહીં ના તો વીજળીની વ્યવસ્થા છે, ના તો પાણીની.
આ માટે કોઇ પણ માણસનું અહીં રહેવું મુશ્કેલ છે. સાંજ થતા જ અહીં મીલો સુધી સન્નાટો છવાઇ જાય છે. આ કિલ્લા પર ચઢાણ માટે સીડીઓ બનાવવામાં આવી છે. જો કે, આ સીડીઓ પર ના તો રસ્સી છે, ના તો કોઇ રેલિંગ. અહીં થોડી પણ ચૂક થવાથી 2300 ફૂટ ઊંડી ખાડીમાં તમે પડી જશો. આ કારણે લોકો અહીં અંધારામાં આવવાથી ડરે છે.
કહેવાય છે કે, આ કિલ્લાથી પડવાને કારણે કેટલાક લોકોની મોત પણ થઇ ચૂકી છે. આ કિલ્લાનું નામ પહેલા મુરંજન કિલ્લો હતો. પરંતુ છત્રપતિ શિવાજી મહારાજે તેનું નામ બદલી દીધુ હતુ. એવું કહેવામાં આવે છે કે, શિવાજી મહારાજે રાણી કલાવંતીના નામ પર આ કિલ્લાનું નામ રાખ્યુ હતુ.
કલાવતી કિલ્લા પર પહોંચવાનું ભલે કઠિન હોય પરંતુ ત્યાં સુધી પહોંચવુ ઘણુ સરળ છે. આ મહારાષ્ટ્રમાં છે, તમે મુંબઇથી પનવેલ સ્ટેશન જઇ શકો છો, પછી ત્યાંથી બસ કે રિક્ષામાં ઠાકુરવાડી ગામ પહોંચો જયાંથી આ ટ્રેક માટે તમને સાધન મળી જશે.