મનોરંજન મૂવી રીવ્યુ

કલંક ફિલ્મ જોવા જતા પહેલા વાંચો રીવ્યુ, આ પારિવારિક ડ્રામામાં આલિયા ભટ્ટ અને વરુણ ધવનનો અભિનય ….

કેટલાક દમદાર ડાયલોગ્સ તો તમે ફિલ્મ કલંકના ટ્રેલરમાં જ સાંભળી જ લીધા હશે, જેમાં કે કલંક ઇશ્ક નહિ કાજલ હૈ પિયા, કે પછી ‘કુછ રિશ્તે કર્જો કી તરાહ હોતે હૈ, ઉન્હેં નિભાના નહિ, ચુકાના પડતા હૈ.’ આ ડાયલોગ્સમાં જ ફિલ્મનો નિચોડ થઇ જાય છે કે ફિલ્મ પારિવારિક વાર્તા પર આધારિત છે.

Image Source

ફિલ્મની વાર્તા 1940ના દાયકામાં હુસૈનબાદ પર છે, જેમાં રૂપ (આલિયા ભટ્ટ)ની દુનિયા અચાનક ત્યારે બદલાઈ જાય છે જયારે એ પોતાની બહેનના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે અખબારનવીસ દેવ ચૌધરી (આદિત્ય રોય કપૂર) સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ જાય છે. ફિલ્મની વાર્તામાં પારિવારિક ડ્રામા સાથે સાથે દેશના ભાગલાની વાર્તા પણ ચાલી રહી છે.

Image Source

કેન્સરગ્રસ્ત સત્યા (સોનાક્ષી સિંહા) મરતા પહેલા પોતાના પતિ દેવને પોતાની પત્નીના રૂપમાં એક સાથે આપીને જવા માંગે છે એટલે એ પોતાની બહેનના લગ્ન પોતાના પતિ સાથે કરાવે છે. પરંતુ દેવ રૂપને કહે છે કે આ સંબંધમાં ઈજ્જત મળશે પણ પ્રેમ નહિ, કારણ કે પ્રેમ તે પોતાની પહેલી પત્ની સત્યાને જ કરે છે. રૂપ બહાર બેગમ (માધુરી દીક્ષિત)ના કોઠા પર જ સંગીત શીખવા જાય છે, જ્યા તેની મુલાકાત જફર (વરુણ ધવન) સાથે થાય છે, જે બહાર બેગમ અને દેવ ચૌધરીના પિતા બલવંત ચૌધરીની નાજાયઝ સંતાન છે. ફિલ્મમાં કુણાલ ખેમુ અબ્દુલનું પાત્ર ભજવે છે, જે દંગાઓ કરાવે છે.

Image Source

ફિલ્મનું ફર્સ્ટ હાફ ધીમું છે, ફિલ્મના સેટ અને કોસ્ચ્યુમ વખાણવા લાયક છે. ફિલ્મમાં દમદાર ડાયલોગ્સ પણ છે. ફિલ્મમાં સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહા, કુણાલ ખેમુ અને કિયારા અડવાણી અને હિતેન તેજવાની દરેક વ્યક્તિએ પોતાનું પાત્ર બખૂબી નિભાવ્યું છે. ફિલ્મનું સંગીત પ્રિતમે આપ્યું છે, જે લોકોને પહેલેથી જ પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં કૃતિ સેનનનો આઈટમ ડાન્સ પણ છે. ફિલ્મ 80 કરોડના બજેટમાં બની છે. ફિલ્મને તેના સેટ્સ અને કોસ્ટ્યૂમ્સ માટે અને સંગીત માટે પણ એકવાર તો જોવી જ જોઈએ. ફિલ્મનો બધો જ દારોમદાર વરુણ ધવન અને આલિયા ભટ્ટ પર છે, જેમનો દમદાર અભિનય એકવાર જોવો જોઈએ.

આ ફિલ્મે પહેલા જ દિવસે જબરદસ્ત કમાણી કરી છે અને વર્ષની સૌથી મોટી ઓપનિંગની રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મ દેશભરમાં 4000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મે પહેલા દિવસે 21.60 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ટ્રેલર જુઓ:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks</a