કાળા ચણા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ, પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર પોષ્ટિક હોય છે. તમે આને સવારે નાશ્તામાં પણ ખાઈ શકો છો. અથવા પછી સાંજે નાશ્તા પણ ખાઈ શકો છો. જ્યારે તમારી મરજી હોય અથવા ગમે ત્યારે ખાઈ શકો છો. ચાલો આજે આપણે કાળા ચણાની મસાલેદાર રેસીપી બનાવીએ. જે નીચે પ્રમાણે આપેલી છે.
સામગ્રી;-
- કાળા ચણા- 1 વાટકી
- ડુંગળી – 1 મીડિયમ
- ટમેટાં – 1 મીડિયમ
- જીરૂ – ½ નાની ચમચી re
- હળદર નો પાઉડર – ¼ નાની ચમચી
- ધાણાજીરા નો પાઉડર – 1 નાની ચમચી
- લાલ મરચાં પાઉડર – ½ નાની ચમચી
- લીલા મરચાં – 1-2
- નમક – સ્વાદ પ્રમાણે
- તેલ – 2 મોટા ચમચા
- મીઢો લીમડો – 5 -6 પાન
- રાય – ½ ચમચી
વૈકલ્પિક સામગ્રી
- બેકિંગ પાઉડર – ¼ નાની ચમચી
- તેજ પત્તા – 2
- તજ – 2 નાની સ્ટિક
- આખા લાલ મરચાં – ½ નાની ચમચી
- આખા સૂખા ધાણા – ½ નાની ચમચી
- લવિંગ – 2-3
- આદું – 1 નાની ચમચી કપાયેલી અને પેસ્ટ
- લસણ – ¼ નાની ચમચી કપાયેલી અને પેસ્ટ
- ગરમ મસાલા – ½ નાની ચમચી
- મલાઈ – 1 ચમચી
- લીલા ધાણા – 1 મોટી ચમચી નાની કાપેલી
- કોપરાની છીણ – 1 ચમચી
- ચાટ મસાલા – ½ ચમચી
- લીંબુનો રસ – 1 ચમચી
કાળા ચણા ની મસાલેદાર રેસીપી બનાવવા ની રીત
- 1 વાટકી કાળા ચણા લેવા અને એને સારી રીતે ધોઈ પછી પાણી માં રાતે પલાળી દેવા, જેથી બાફતી વખતે આ પાણીને ફેકવું ના પડે અને પછી 5-6 કલાક માટે 3 વાટકી પાણી નાખી પલાળવું અને સાથે મીઠું પણ નાખવું જેથી ચણા સ્વાદિષ્ટ લાગે.
- હવે પાણી સાથે આ ચણાને એક પ્રેશર કુકરમાં નાખવા અને સાથે મીઠું અને થોડો બેકિંગ સોડા નાખી દેવો. ( બેકિંગ સોડા કાળ ચણાને જલ્દી બાફી દે છે. ) તમે આના વગર પણ બાફી શકો છો. 2 સિટી વાગ્યા પછી 5 મિનિટ ધીમા તાપ પર ચડવા દેવા. અને પછી બંધ કરી દેવું. કુકર માથી વરાળ નીકળે ત્યાં સુધી આની ગ્રેવી તૈયાર કરી લેવું.
- ગ્રેવી માટે બધા મસાલા અલગ કાઢી લેવા અને સાથે ડુંગળી, ટમેટાં , લીલા મરચાં, આદુંને નાના- નાના સમારી લેવા.
- હવે એક કડાઈમાં 2 મોટા ચમચા તેલ નાખો અને તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકો. અને આમાં આખા લાલ મરચાં, તેજ પત્તા, મીઢો લીમડો, રાય, લવિંગ, તજ નાખો અને તેને તેલ માં થોડી વાર માટે સાંતળી લો.
- જ્યારે મસાલામા સુગંધ આવવા લાગે ત્યારે આમાં ડુંગળી અને આદું લસણની પેસ્ટ નાખવી અને થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી હલાવતા રહેવું.
- ડુંગળી જ્યારે સોનેરી થઈ જાય ત્યારે આમાં ટમેટાં (તમે આમાં ટમેટાની પ્યુરી બનાવીને પણ નાખી શકો છો.) અને આખા મસાલા ( ધાણા પાઉડર, હળદર, લાલ મરચાં) નાખો અને 3 મિનિટ માટે ઢાકીને રહેવા દો. જેથી ટમેટાં ચડી ને છુંડો થઈ જાય.
- જ્યારે ટમેટા તેલ છોડવા લાગે ત્યારે આમાં બાફેલા ચણા નાખી દેવા. અને 10 મિનિટ સુધી ધીમા તાપે ગૈસ પર બાફવા દેવા.
- ગાર્નિસ માટે છેલ્લે કાલા ચણામાં કોથમીર નાખવી. અને ગરમ-ગરમ સર્વ કરવું.
- લો તૈયાર છે કાળા ચણા ની મસાલેદાર રેસીપી. હવે આને ભાત સાથે ગરમ-ગરમ સર્વ કરવા અથવા રોટલી સાથે સર્વ કરી શકો છો.
ગ્રેવી વાળા કાળા ચણા ભાત સાથે સોથી વધારે સારા લાગે છે. અને સાથે લીલા ધાણાની ચટણી, પાપડ અને મિક્સ વેજીટેબલ સલાડ હોય તો મજા આવી જાય છે. આની ગરમ-ગરમ રોટલી સાથે ખાય શકાય છે. ગરમ–ગરમ પૂરી સાથે પણ ખાઈ શકાય છે. અને જો તમે ગ્રેવી વગરની બનાવો તો તેમાં લીબુ નાખીને ચટપટા મસાલા ચણાની જેમ પણ ખાય શકો છો.
ધ્યાનમાં રાખવાની બાબતો–
- વૈક્લ્પિક સામગ્રી અમે અલગથી એટલા માટે લખીએ છીએ કે તમારી પાસે જે હોય તે નાખી દો અને બાકીનું છોડી દો.
- જો તમને થોડા ચટપટા ખાવાની માગતા હોય અથવા ગમતું હોય તો ગરમ મસાલા અથવા ચાટ મસાલા નાખીને પણ ખાઈ શકો છો.
- બેકિંગ સોડા થોડોક જ નાખવો. વધારે નાખવાથી ચણાના છોતરાં નિકળી જાય છે. અને તે આખા નહિ રહે.
- ગ્રેવી બનાવતી વખતે ડુંગળી ને તેલમાં થોડી બ્રાઉન કલરની થયા પછી પેસ્ટ બનાવો જેનાથી ગ્રેવી ટેસ્ટી બને છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks