રસોઈ

હલવાઇ જેવી કાજુકતરી, બનશે માત્ર 10 મિનિટમાં…. રેસિપી વાંચો ક્લિક કરીને

કાજૂ કતરી એટ્લે કે કાજૂ બરફી વગર ભારતીય ત્યોહાર દિવાળી અધૂરો અધૂરો જ લાગે છે. એને ઘરે બનાવવા માટે બીલકુલ મહેનત નથી લાગતી એકદમ સરળ રીત છે. આને બનાવવા માટેખાલી ત્રણ જ સામગ્રીની જરૂર પડે છે. કાજૂ, ખાંડ અને એલાયચીનો પાઉડર. આ મીઠાઈને ચાંદીની વરખથી સજાવવામાં આવે છે, જેનાથી તેનો દેખાવ એકદમ આકર્ષક થઈ જાય છે. પરંતુ તેનાથી તેના ટેસ્ટમાં કોઈ જ ફરક નથી પડતો. ને ચાંદીની વરખ સરળતાથી મીઠાઇવાળાને ત્યાંથી મળી જાય છે. તો ચાલો આજે જોઈએ સંપૂર્ણ રેસીપી કાજુકતરીને બનાવવાની.

 • પૂર્વ તૈયારીનો સમય : 10 મિનિટ
 • બનાવવા માટેનો સમય : 15 મિનિટ
 • માપ : 4 વ્યક્તિઓ માટે

સામગ્રી :

 • 1 કપ, કાજૂ ,
 • ½ કપ, ખાંડ
 • ¼ ચમચી, એલાયચી પાઉડર,
 • ¼ કપ, પાણી
 • ઘી, ચીકાશ માટે,

રીત :
જો તમારે કાજુ કતરી માટે ફ્રોજન કરેલ કાજુ એટ્લે કે ફ્રીજમાં મૂકેલ કાજુ જ વાપરવાના હોય તો એને રૂમ ટેમ્પરેચરમાં રાખવા થોડીવાર, હવે એક મિક્સરમાં કાજુને લઈને એને ગ્રાઈન્ડ કરી લો.તમારે ધ્યાન રખવાનું છે કે કાજુનો પાઉડર એકદમ બારીક નથી કરવાનો, આમ કરવાથી તે ચીકણો થઈ જશે. એવું હોય તો તમે થોડો થોડો પાઉડર પણ ગ્રાઈન્ડ કરી શકો છો.
હવે એક કઢાઈમાં હળવી આંચે પાણી અને ખાંડ લઈને ઉકળવા મૂકવાનું છે.
જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી હલાવ્યા કરો.
હવે ખાંડ ઓગળી ગઈ છે અને પાણી પણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે. જ્યાં સુધી પાણી એકદમ ચીકણું ને ઘટ્ટ ન બને ત્યાં સુધી ઉકાળો.
હવે એમાં કાજુનો પાઉડર એડ કરો ને હલાવો.
ચમચાથી ત્યાં સુધી હલાવો જ્યાં સુધી એ એકદમ જાડું પીસ પડે એવું ન બની જાય. 5 થી 7 મિનિટ સુધી જ ગેસ પર હલાવ્યા કરો. જો વધારે સમય ગેસ પર રાખી હળવાશો તો કાજુ કતરી એકદમ કઠણ બનશે.
હવે એમાં એલાયચી પાઉડર એડ કરી હલાવો ને ગેસ પરથી નીચે ઉતારી ને એને લોટ મસળી એમ મસળો.
ત્યારબાદ એક થાળી પર ઘી લગાવી એના પર આ કાજુકતરી મૂકો. ને ને હળવા હાથે વેલણથી અથવા હાથથી દબાવી ગોળરોટી બનાવો. તમે આના માટે કાજુકતરી ઉપર બટરપેપર પણ રાખી શકો છો.
ને ત્યારબાદ ચાકૂથી તમને ગમતા આકારમાં પીસ કરો ને 3 થી 4 મિનિટ માટે ઠંડી થવા મૂકી દો.
તો તમારી ફેવરીટ મીઠાઇ કાજુકતરી તૈયાર છે ખાઈને મજા કરો. જો તમે ઈચ્છો તો આને ફ્રીજમાં પણ મૂકી શકો છો.અને ચાંદીની વરખ પણ લગાવી શકો છો. ફ્રીજમાં 25 દિવસ સુધી સારી રહે છે ને ફ્રિજ વગર ડબ્બામાં 6 દિવસ સુધી બગડતી નથી.

નોંધ :

 • જ્યારે કાજુનો પાઉડર બનાવો ત્યારે કાજુ ઠંડા હોવા જોઈએ નહી.
 • ચાસણી બનાવટી વખતે એટલું ધ્યાન રાખવું કે ચાસણી વધારે કડક ન બની જાય, કેમકે જો કડક બનશે તો કાજુકતરી પણ એકદમ કડક બનશે.
 • જો તામરે કાજુકતરીને વધારે આકર્ષક દેખાવવાળી બનાવવી હોય તો તમે ચાંદીની વરખનો ઉપયોગ કરો.
 • સ્વાદ : મીઠા અને હલકા એલાયચીના ટેસ્ટવાળો
 • કેવી રીતે સર્વ કરવું : કોઈપણ નમકીન નાસ્તાની સાથે સર્વ કરી શકાય છે,

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ