અજીબો ગરીબ કપડાં પહેરીને ઘરેથી બહાર નીકળી કાજોલ, થઇ ગઈ ટ્રોલિંગનો શિકાર, લોકોએ કહ્યું, “ઉર્ફિ જાવેદથી ઇન્સ્પાયર થઇ છે કે શું ?”

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓ ફેશનના નામ ઉપર એવા એવા કપડાં પહેરી લે છે જેના બાદ તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. બિગ બોસ ફેમ ઉરફી જાવેદ પણ બિગ બોસના ઘટમાંથી બહાર નીકળ્યા બાદ વિચિત્ર કપડામાં સ્પોટ થતી જોવા મળે છે, જેના કારણે તેને ઘણા લોકો ટ્રોલ કરતા હોય છે, ત્યારે હાલમાં અભિનેત્રી કાજોલને પણ લોકોએ કપડાના કારણે ટ્રોલ કરી હતી.

કાજોલ હાલ ફિલ્મોમાં એટલી ખાસ નજર નથી આવતી. પરંતુ કોઈના કોઈ કારણે ચર્ચામાં જરૂર રહેતી હોય છે. અભિનેત્રી ખાસ કરીને પોતાના આઉટફિટ્સના કારણે લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બને છે. હાલમાં જ કાજોલ એક યુનિક બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં નજર આઇવ હતી. પરંતુ અભિનેત્રીનો આ આ અંદર ચાહકોને પસંદ ના આવ્યો, અને તેના આ આઉટફીટના કારણે તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો.

એક એવોર્ડ ફંક્શનથી કાજોલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ઝકેમ તે રેડ કાર્પેટ ઉપર ચાલતી નજર આવી રહી છે. આ દરમિયાન લોકોનું ધ્યાન તેના આઉટફિટ તરફ જઈ રહ્યું છે. તે બ્લેક એન્ડ વ્હાઇટ બોડીકૉન ગાઉનમાં નજર આવી રહી છે. આ આઉટફિટમાં તેનો કોલર સફેદ રંગનો છે અને પાછળથી મોટા કર્વ શેપમાં છે.

હવે ચાહકોને આ આઉટફિટ ખુબ જ અજીબો ગરીબ લાગી રહ્યું છે અને તેનો કલર પણ કોઈને ખાસ પસંદ નથી આવી રહ્યો. સોશિયલ મીડિયામાં કાજોલને તેના આ આઉટફીટના કારણે ખુબ જ ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. કાજોલનો આ વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)


એક વ્યક્તિએ લખ્યું છે, “એવું લાગે છે કે મારી બાઈકનું કવર પહેરી લીધું છે.” તો એક અન્ય વ્યક્તિએ લખ્યું છે ,”ઉર્ફિ વાળી બીમારી તો નથી લાગી ગઈ ને ?”  તો એક જણે કહ્યું કે “આ કેવા પ્રકારનો ડ્રેસ છે ?”  તો એકે ટોન્ટ મારતા કહ્યું છે કે,”મેડમ તકિયાથી તો સારું આ છે.”  લોકો કાજોલના આ ડ્રેસનો ખુબ જ મજાક ઉડાવતા નજર આવી રહ્યા છે.

Niraj Patel