કાજોલ બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક છે, અને એના ચાહકો એને એટલા માટે પસંદ કરે છે કારણ કે કાજોલ એ જ બોલે છે કે જે એના દિલમાં હોય છે. પરંતુ કાજોલે પહેલીવાર જાતે એ વાતનો ખુલાસો કર્યો છે કે તેને પોતાના અને અજય દેવગનના લગ્ન સાથે જોડાયેલું એક ખૂબ જ મોટું અસત્ય બોલ્યું હતું.

આટલું જ નહિ, કાજોલે પોતાના સિક્રેટ લગ્ન સાથે જોડાયેલા કેટલાક રાઝ પહેલીવાર ખોલ્યા છે. લગભગ 20 વર્ષ પહેલા કાજોલ અને અજય દેવગનના લગ્ન થયા હતા અને એ સમયે તેમના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહયા હતા, પણ તેમના લગ્નની વધુ વિગતો બહાર આવી ન હતી.

હવે લગભગ 11 વર્ષ પછી બંને પતિ-પત્ની એકસાથે તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરમાં સાથે દેખાઈ રહયા છે. ત્યારે કાજોલ, અજય દેવગણ અને આ ફિલ્મ ખૂબ જ ચર્ચાઓમાં છે.

અને આ ફિલ્મની ચર્ચાઓ વચ્ચે કાજોલે પોતાના લગ્ન સાથે જોડાયેલા ઘણા રાઝ ખોલ્યા છે. કાજોલ અને અજય દેવગનની લવસ્ટોરી તેમને હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે શેર કરી છે અને સાથે જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પણ આ વાત શેર કરી છે.

કાજોલે લખ્યું છે, ‘અમે 25 વર્ષ પહેલા ફિલ્મ હલચલના સેટ પર મળ્યા હતા, હું શૂટની તૈયારીમાં હતી, ત્યારે મેં પૂછ્યું મારો હીરો ક્યાં છે. ત્યારે કોઈએ મને ઈશારામાં જણાવ્યું કે એ ત્યાં બેઠો છે. એને મળવાની 10 મિનિટ પહેલા જ મેં એની બુરાઈ કરી હતી. અમે સેટ પર જ વાત કરવાની શરુ કરી અને પછી અમે મિત્રો બની ગયા.’

આટલું જ નહીં, કાજોલ એ સમયે કોઈ બીજાને ડેટ કરી રહી અને અજય દેવગન પણ કોઈ બીજાને ડેટ કરી રહ્યો હતો. કાજોલ પોતાના બોયફ્રેન્ડની બુરાઈ અજય સાથે કર્યા કરતી હતી.

કાજોલે આગળ જણાવ્યું, ‘અમે બંને એ સમયે કોઈ બીજાને ડેટ કરી રહયા હતા, હું તો મારા બોયફ્રેન્ડ વિશે અજય સાથે બુરાઈ પણ કરતી હતી. જલ્દી જ અમારા બંનેનું બ્રેકઅપ થઇ ગયું. અમે બંનેએ એક બીજાને જ્યારે પ્રપોઝ પણ કર્યું ન હતું. કારણ કે અમે જાણતા હતા કે અમે સાથે છીએ.

અમે કઈંક જાણીએ એ પહેલા જ અમે હાથમાં હાથ નાખવા અને ઘણું બધું કરવા લાગ્યા હતા. અમે ડિનર અને ડ્રાઈવ પર જતા હતા, એ જુહુમાં રહેતા હતા અને હું સાઉથ બોમ્બેમાં, તો અમારો અડધો સંબંધ તો કારમાં જ બન્યો હતો.

મારા મિત્રોએ તો મને અજય વિશે ચેતવી પણ હતી કારણ કે એના વિશે લોકોમાં એક અભિપ્રાય બનેલો હતો. પરંતુ એ મારા કરતા ખૂબ જ અલગ હતો અને હું માત્ર એટલું જ જાણતી હતી.’

આટલું જ નહિ, અજય અને કાજોલની લવસ્ટોરીમાં કેટલીક તકલીફો પણ હતી. કાજોલ પોતાના લગ્ન સિક્રેટ રાખવા માંગતી હતી એટલે તેમને મીડિયાને ખોટું કહ્યું હતું.

કાજોલે મીડિયાને પોતાના લગ્નની જગ્યા જ ખોટી જણાવી, કાજોલે આગળ લખ્યું, ‘અમે 4 વર્ષથી સંબંધમાં હતા. જયારે અમે લગ્નનો નિર્ણય કર્યો તો અજયના માતાપિતા તૈયાર હતા પણ મારા પિતાને આ સંબંધ મંજૂર ન હતો. તેમને મારી સાથે 4 દિવસ સુધી વાત ન કરી.

તેઓ ઇચ્છતા હતા કે હું પોતાના કરિયર પર ફોકસ કરું, પણ હું નિર્ણય કરી ચુકી હતી અને પછીથી તેઓ પણ અમારી સાથે થઇ ગયા હતા. અમે ઘરમાં જ લગ્ન કર્યા હતા પરંતુ મીડિયાને ખોટી જગ્યાની સરનામું આપ્યું હતું. અમે ઇચ્છતા હતા કે આ દિવસ માત્ર અમારો જ હોય.

અમારા લગ્ન પંજાબી અને મરાઠી રીત-રિવાજો અનુસાર થયા. મને યાદ છે, ફેરા દરમ્યાન અજય કોઈ પણ હાલતમાં એને જલ્દીથી જલ્દી ખતમ કરવા માંગતા હતા. એને તો પંડિતને લાંચ પણ આપવાની કોશિશ કરી હતી.’

કાજોલે આગળ જણાવ્યું એક કઈ રીતે તેઓ હનીમૂન માટે હવાઈ, સિડની, લોસ એન્જેલિસ ગયા હતા, પણ વચ્ચે જ અજયની તબિયત ખરાબ થઇ ગઈ અને તેમને ઇજિપ્ત જવાનો પ્લાન કેન્સલ કરીને પોતાનું હનીમૂન છોડીને વચ્ચેથી જ આવી જવું પડ્યું હતું.

કરણ જોહરની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ દરમ્યાન કાજોલ પ્રેગ્નેન્ટ હતી, પણ તેનું મિસકેરેજ થયું. કાજોલે પોતાના બે મિસકેરેજ વિશે જણાવ્યું છે. એ પછી તે ન્યાસા અને યુગની મા બની. કાજોલે જણાવ્યું કે તેઓ વધુ રોમેન્ટિક નથી, પણ તેઓ એકબીજાનું ધ્યાન રાખે છે.’
View this post on Instagram
જણાવી દઈએ કે કાજોલે અને અજયે 1999માં લગ્ન કર્યા હતા. બંને છેલ્લી વાર 2008માં આવેલી ફિલ્મ યુ મી ઓર હમમાં સાથે જોવા મળ્યા હતા અને હવે આટલા વર્ષો બાદ તાનાજીમાં સાથે જોવા મળ્યા છે. આ અજય દેવગનની 100મી ફિલ્મ છે.