અભિનેત્રી કાજોલે દીકરી ન્યાસા દેવગનની સુંદર તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જે એક ફોટોશૂટ છે. આ ફોટોશૂટમાં ન્યાસાએ ક્રીમ કલરનો લહેંગા પહેરી રાખ્યો છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે અને તેની ક્યૂટ સ્માઈલ તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહી છે. આ સિવાય તેણે ડિઝાયનર બ્લાઉઝ અને સુંદર ઈયરરિંગ્સ પહેરી રાખ્યા છે.

ન્યાસાની તસ્વીર શેર કરીને કાજોલે લખ્યું કે,”ડરના સમયમાં આપણને બધાને એક ખુશ રહેવાની દવાની જરૂર છે. મારી દીકરી હોવા માટે તારો ખુબ આભાર”.

તસ્વીરમાં ન્યાસા નીચે બેઠેલી છે અને પોતાના વાળ ખુલા રાખ્યા છે. અન્ય એક તસ્વીરમાં ન્યાસા કેમેરાની સામે જોઈને સ્માઈલ આપતી દેખાઈ રહી છે. કાજોલના ચાહકોએ આ તસ્વીરને ખુબ સંદ કરી છે. કાજોલની બહેન તનિષાએ કમેન્ટ કરતા કહ્યું કે,”મારી રાજકુમારી”, તેના સિવાય કીસવાળી ઈમોજી પણ પોસ્ટ કરી છે. એક ચાહકે લખ્યું કે, ખુબ જ સુંદર”.

ન્યાસા મોટાભાગે સોશિયલ મીડિયા પર આલોચનાનો શિકાર થતી જોવા મળે છે અને નકારાત્મક પ્રતિક્રિયાઓ પણ મળતી રહે છે. અમુક દિસવો પહેલા જ કાજોલે દીકરી ન્યાસાને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા વિશે વાત કરી હતી અને તેને નિરાશાજનક જણાવ્યું હતું.

ન્યાસાના ટ્રોલ થવા પર કાજોલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”મને લાગે છે કે આ ભયાવક છે. માતા-પિતાના રૂપમાં તમે હંમેશા તમારા બાળકોની રક્ષા કરવા માંગો છો. માટે જ્યારે એવું કઈ થાય છે કે પછી ટ્રોલ કરવામાં આવે છે, તો તે નિરાશ થાય છે. ઈમાનદારીથી ભગવાની કૃપા છે કે જ્યારે આવું થઇ રહ્યું હતું ત્યારે તે અહીં ન હતી, માટે તે તેના વિશે વધારે કઈ નથી જાણતી. તે સિંગાપોરમાં હતી પણ સોશિયલ મીડિયા તો દરેક જગ્યાએ છે”.

કાજોલે આગળ કહ્યું કે,”માટે તમારે તેને ટ્રેનિંગ આપવાની જરૂર રહેશે અને તેને જણાવવાનું રહેશે કે સમાજનો એક નાનો એવો વર્ગ છે અને તમારે તેને અનદેખ્યું કરવું જોઈએ અને દરેકે આવી રીતે જોવું ન જોઈએ. જો હું મારા દીકરાને મહિલાઓનું સન્માન કરવાનું શીખવાડી રહી છું, તો મારે મારી દીકરીને પણ શીખવવાનું રહેશે કે આત્મ-સન્માન તેની સાથે શરૂ થાય છે”.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.