લાલ રંગની સાડીમાં અજય દેવગનની પત્ની કાજોલે વરસાવ્યો કહેર, દુર્ગા પૂજામાં જોવા મળ્યો ખાસ અંદાજ

બૉલીવુડ અભિનેતા અજય દેવગનની પત્ની અભિનેત્રી કાજોલ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. તેની અદાઓને કેપ્ચર કરવા માટે આજે પણ ફૂટગ્રાફરો તરસી રહે છે. તે અવાર નવર ઘણી જગ્યાએ સ્પોટ થતી હોય છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ જતી હોય છે.

હાલ કાજોલનો એવો જ એક અંદાજ જોવા મળ્યો  હતો, જેમાં તે દુર્ગા પૂજા દરમિયાન સ્પોટ થઇ હતી. આ દરમિયાન કાજોલની ઘણી તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. તેના ચાહકોને પણ આ તસવીરો ખુબ જ પસંદ આવી છે.

આ ઉપરાંત કાજોલે પણ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર બે તસવીરો શેર કરી છે, જેમાં તેનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસીવીરોમાં કાજોલ લાલ રંગની સાડીમાં જોવા મળી રહી છે. જેમાં તે ખુબ જ સુંદર પણ દેખાઈ રહી છે.

મંગળવારના રોજ કાજોલ મહા સપ્તમીના અવસર ઉપર નોર્થ મુંબઈમાં દુર્ગા પૂજા સમિતિ દ્વારા આયોજિત દુર્ગા પૂજામાં સામેલ થઇ હતી. કાજોલે દુર્ગા પંડાલમાં જઈને માતા દુર્ગાની પૂજા કરી અને આશીર્વાદ પણ લીધા હતા. જેની ઘણી તસવીરો સામે આવી હતી.

આ પંડાલમાં દુર્ગા પૂજાનું આયોજન કાજોલના કાકા અને પૂર્વ અભિનેતા દેબ મુખર્જી દ્વારા કરવામાં આવે છે. આ પંડાલની અંદર દુર્ગા પૂજાનું આયોજન છેલ્લા 7 દશકથી કરવામાં આવી રહ્યું છે. મહા સપ્તમીના દિવસે કાજોલે પારંપરિક પરિધાનમાં આ દુર્ગા પૂજા પંડાલમાં નજર આવી હતી.

પંડાલમાં તેને મોડા સુધી પૂજા પાઠ કર્યા અને તેના બાદ સાગા સંબંધીઓની મુલાકાત કરી હતી. આ દરમિયાન દેવ મુખર્જી અને સુભાષ મુખર્જી સાથે મોડા સુધી વાત કરવા દરમિયાન કાજોલ ભાવુ થઇ ગઈ હતી. આ દરમિયાન કાજલની આંખોમાંથી આંસુ નીકળી ગયા હતા અને તેની તસવીરો પણ કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


કાજોલની તસવીરો ઉપરાંત તેનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જે સેલેબ્રીટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોની અંદર કાજોલનો ખુબ જ શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કાજોલનો આ દરમિયાન ભાવુક થતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે તેના કાકાને વળગી અને રડતા જોવા મળી રહી છે, તેના કાકા પણ ખુબ જ ભાવુક થતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel