ફેશન શોમાં કાજોલે વિખેર્યો જલવો, અધધધધ લાખની પિંક સીક્વિન સાડીમાં બતાવી ગજબની અદાઓ

Kajol At Manish malhotra Event: બોલિવૂડ અભિનેત્રી કાજોલ તેના બેક ટુ બેક એક્ટિંગ પ્રોજેક્ટ્સથી હેડલાઇન્સમાં રહે છે. ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં તેની ભૂમિકાથી લઈને વેબ સિરીઝ ‘ધ ટ્રાયલ’ સુધી, કાજોલે દરેક જગ્યાએ તેની કુશળતા સાબિત કરી છે અને તે સફળતાનો આનંદ લઇ રહી છે. તાજેતરમાં, કાજોલે મનીષ મલ્હોત્રાના ફેશન શોમાં અદભૂત દેખાવ કર્યો હતો. તેની સાથે તેની બહેન તનિષા મુખર્જી પણ જોવા મળી હતી,

પિંક સીક્વિન સાડીમાં કાજોલે વિખેર્યો જલવો
જે યલો કો-ઓર્ડ સેટમાં ડ્રોપ ડેડ ખૂબસૂરત દેખાતી હતી. આ દરમિયાન કાજોલની ક્લાસી સાડીએ ચાહકોનું દિલ જીતી લીધું હતુ. કાજોલે મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી સાડી પસંદ કરી હતી. તેણે સિક્વિન્ડ ફ્યુસિયા પિંક ઓમ્બ્રે સાડી પહેરી હતી અને તેને સાટીન સ્ટ્રેપી બ્લાઉઝ સાથે જોડી હતી. હાઈલાઈટ ગાલ, ગુલાબી હોઠ અને સ્ટ્રેટ વાળ સાથે તેણે તેનો મેકઅપ પૂર્ણ કર્યો હતો. કાજોલની આ સાડી મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને તેની કિંમત એક રીપોર્ટ અનુસાર, 2,25,000 રૂપિયા છે.

નાની બહેન તનિષા મુખર્જી સાથે આપ્યા પોઝ
ઉલ્લેખનીય છે કે, તનુજાની નાની દીકરી અને કાજોલની નાની બહેન એટલે કે અભિનેત્રી તનિષા મુખર્જી હવે ભાગ્યે જ કોઈ ઈવેન્ટમાં જોવા મળે છે. તાજેતરમાં જ તે મનીષ મલ્હોત્રાના ઇવેન્ટમાં જોવા મળી હતી અને એવું કહેવું ખોટું નહીં હોય કે તનિષાએ ઇવેન્ટમાં લાઇમલાઇટ ચોરી લીધી હતી. ડીપ નેક ક્રોપ ટોપ સાથે થાઈ હાઈ સ્લિટ સ્કર્ટમાં અભિનેત્રી સિઝલિંગ હોટ દેખાતી હતી. આ લુકને સેક્સી ટચ આપવા માટે તનિષાએ પોતાના વાળને બનમાં બાંધ્યા હતા.

બંને બહેનોએ લૂટી લાઇમલાઇટ
ગળામાં ચોકર સાથે તેણે શ્રગ કેરી કર્યુ હતું. અભિનેત્રી તેની મોટી બહેન કાજોલ સાથે અહીં પહોંચી હતી. બંને બહેનોએ ઉગ્રતાથી પોઝ આપ્યો હતો. જણાવી દઈએ કે તનિષાનું કરિયર તેની મોટી બહેન કાજોલની જેમ સફળ રહ્યું નથી. અભિનેત્રી બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળી છે, જેમાંથી મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી છે. તનિષાએ બિગ બોસ 7 અને ખતરોં કે ખિલાડી 7 માં પણ ભાગ લીધો હતો.

Shah Jina