દુઃખદ ઘટના: કાજોલની કો-સ્ટારે કરી આત્મહત્યા, સડેલી હાલતમાં પંખા સાથે લટકતી મળી લાશ, જુઓ દર્દનાક તસવીરો

કાજોલની કો-સ્ટાર, ‘ચરમસુખ’ની એક્ટ્રેસ નૂર માલબિકાનું મોત, સડેલી હાલતમાં પંખા સાથે લટકેલી મળી લાશ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી નૂર માલબિકા દાસનું મોત થયું હોવાની ખબર સામે આવી રહી છે, તેણે કાજોલ સાથે વેબ સિરીઝ ‘ધ ટ્રાયલ’માં કામ કર્યું હતું. કથિત રીતે માલબિકા દાસે આપઘાત કર્યો હોવાનું કહેવાય છે. પોલીસને 6 જૂને લોખંડવાલામાં તેના એપાર્ટમેન્ટમાંથી લાશ મળી આવી હતી.

રીપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીના પડોશીઓએ દુર્ગંધ આવતા ઓશિવારા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. આ પછી પોલીસે તપાસ કરી તો માલબિકાની લાશ સડી ગયેલી હાલતમાં મળી આવી. આટલી નાની ઉંમરમાં અભિનેત્રીના અચાનક મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. મળતી માહિતી મુજબ, પોલીસને 6 જૂને નૂર મલબીકા દાસનો મૃતદેહ તેના લોખંડવાલા ઘરમાંથી મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Noor Malabika (@noormalabika1)

જ્યાં અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે તેણે આત્મહત્યા કરી છે. જો કે હજુ સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસે નૂરના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો કોઈ આગળ આવ્યું નહીં અને કોઈએ તેનો મૃતદેહ લીધો નહીં.

 

View this post on Instagram

 

A post shared by Noor Malabika (@noormalabika1)

આવી સ્થિતિમાં પોલીસે એનજીઓની મદદથી રવિવારે નૂરના અંતિમ સંસ્કાર કર્યા. નૂર મલબીકા દાસ 32 વર્ષની હતી. તે આસામની રહેવાસી હતી. તેણે ઘણી હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. જેમાં સિસકિયાં, વોકમેન, તીથી ચટની, જઘન્યા ઉપાય, ચરમસુખ, દેખી અનદેખી, બેકરોડ હલચલ વગેરેનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Noor Malabika (@noormalabika1)

જણાવી દઈએ કે નૂર માલબીકા દાસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. તેણે પાંચ દિવસ પહેલા જ વીડિયો શેર કર્યો હતો. ત્યારે હવે એક્ટ્રેસના મોત બાદ ચાહકો તેની છેલ્લી પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by FLAUNT (@flauntofficial.in)

Shah Jina