કાજોલ અને અજય દેવગન બૉલીવુડના પાવર કપલ કહેવામાં આવે છે. અજય-કાજોલ એ વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. ત્યારથી જ બંને આ ઘરમાં જ રહી રહ્યા છે. તેમના બે બાળકો પણ છે, ન્યાસા અને યુગ. જણાવી દઈએ કે અજય દેવગનની કુલ સંપત્તિ 32 મિલિયન ડોલરની છે. જેમાં મુંબઈના પૉશ વિસ્તાર જુહુમાં આવેલો બંગલો પણ સામેલ છે.

આ બંગલોનું નામ તેમણે ‘શિવશક્તિ’ રાખ્યું છે. તેઓનો બંગલો કોઈ મહેલથી ઓછો નથી. જો કે તેઓ આ ઘરને રિનોવેટ કરાવવા માંગે છે. અજયના આ ઘરની કિંમત 2 કરોડ રૂપિયા છે. અજયના જુહુ અને મુંબઈમાં બે બીજા એપાર્ટમેન્ટ પણ છે. અને તાજેતરમાં જ અજયે પોતાની દીકરી ન્યાસા માટે સિંગાપોરમાં એક ઘર ખરીદ્યું છે.

જણાવી દઈએ કે તેઓના લગ્નને 21 વર્ષ થઇ ચુક્યા છે. કાજોલ મોટાભાગે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. કાજોલે પોતાના ઘરને ખુબ જ સુંદરતાથી શણગાર્યું છે. દિવાળીના પ્રસંગે તેઓ દરેક વખતે પોતાના ઘરને ખુબ જ સુંદરતાથી શણગારે છે. દરેક વર્ષે દિવાળી પર તેઓની ફેમિલી ફોટો પણ જોવા મળે છે.

કાજોલના ઘરમાં ખુબ જ સુંદર લાકડાની સીડીઓ બનેલી છે. આ સીડીઓ તેના ઘરને એક મહેલ જેવો લુક આપે છે. તેઓના ઘરની દીવાલો સફેદ રંગની છે અને તેના ઘરમાં લાકડાનું કામ ખુબ જ સારી રીતે કરવામાં આવેલું છે.

કાજોલના ઘરમાં ફર્નિચરનો રંગ પણ સફેદ છે. સફેદ રંગના ફર્નિચર અને લાઈટ કલરના પડદા તેના ઘરને અલગ જ લુક આપે છે. તેઓના ઘરમાં એક મોટું પૂજા ઘર પણ છે. તેઓના મંદિરમાં ગણપતિની મૂર્તિ લાગેલી છે. બંનેએ લગભગ 25 વર્ષથી બૉલીવુડ પર રાજ કર્યું છે. કાજોલે પણ પોતાના દમ પર ધીમે-ધીમે પોતાની જગ્યા બૉલીવુડમાં બનાવી છે અને આજે સફળતાના 25 વર્ષ પુરા કર્યા છે.

ભલે ફિલ્મોમાં સિંઘમનું એક્શન અને ગુસ્સાવાળો અવતાર દેખાતો હોય પણ પોતાના વ્યક્તિગત જીવનમાં અજય પોતાની જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. અજય માટે તેનો પરિવાર પહેલી પ્રાથમિકતા છે. અજય પોતાની દીકરી ન્યાસાના પણ ખુબ જ નજીક છે. લગ્ન પછી તેઓએ પોતાના કેરિયર કરતા વધુ પોતાના વ્યક્તિગત જીવનને મહત્વ આપ્યું છે.

અજય ફિલ્મોની સાથે સાથે પોતાના પરિવારનું પણ ખાસ ધ્યાન રાખે છે પણ બાળકો પર પુરી જવાબદારી રાખવાનું કામ કાજોલનું વધારે છે. આજ કારણ છે કે કાજોલે હાલ ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કરી દીધું છે. મોટાભાગે કાજોલ હાલ પોતાના બાળકોની સાથે સમય વિતાવે છે. તેમણે જે રીતે પોતાના ઘરને શણગાર્યું છે તેને જોઈને લાગે છે કે તે પોતાના ઘરનું ખુબ જ ધ્યાન રાખે છે.

કાજોલે પોતાના ઘરના લાકડાની ચીજો પર પણ સારું એવું વર્ક કરાવી રાખ્યું છે, જે તેના ઘરની અનેક ગણી શોભા વધારે છે. અજય દેવગણ આવનારી ફિલ્મ દે દે પ્યાર દેનું પ્રમોશન કરી રહયા છે અને સાથે જ રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશમમાં પણ જોવા મળશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks