“રોડ ઉપર મારા કપડાં ફાડી નાખ્યા, મારા અને મારા ભાઈની સોનાની કાઠી તોડી નાખી અને…” જુઓ પોતાના ઉપર થયેલા હુમલાને લઈને કાજલ મહેરિયાએ શું કહ્યું ?

લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયાએ કર્યો મોટો ખુલાસો: મારી ટી-શર્ટ ફાડી નાખી અને મારા ગળામાં રહેલી સોનાની કંઠી તોડી લઇ ગયા માતાજીની કૃપાથી અમે ત્યાંથી નીકળી ગયા, જાણો સમગ્ર મામલો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને મોટા મોટા કલાકારો પણ પર્ફોમન્સ આપી રહ્યા છે, ત્યારે ગતરોજ ગુજરાતની લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયા ઉપર હુમલો થવાની એક ઘટના સામે આવી. કાજલ મહેરિયા ઉપર ગત સોમવારે રાત્રે પાટણના ધરપુર ખાતે સંગીતના કાર્યક્રમમાં જતા સમયે હુમલો થવાની ઘટના સામે આવી છે.

કાજલ મહેરિયાને તાત્કાલિક સારવાર માટે પાટણ ધારપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, આ ઘટના અંગે કાજલ મહેરિયાએ પાટણના બાલીસણા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી દીધી છે. કાજલ મહેરિયાએ નામજોગ ફરિયાદ નોંધાવી છે, જેમાં દિગડી ગામના રમુ દેસાઈ સહીત અન્ય 4 સખ્શો દ્વારા જૂની અદાવત રાખીને હુમલો કર્યાનું કહેવામાં આવી રહ્યું છે.

ત્યારે હવે આ ઘટનાને લઈને કાજલ મહેરિયાએ પણ મીડિયા સાથે વાત કરી છે અને તેના ઉરપ થયેલા હુમલા અંગે જણાવ્યું છે, કાજલે જણાવ્યું કે, “વરઘોડો નીકળવાની વાર હતી ત્યારે હું મારી ગાડીમાં બેઠી હતી અને ત્યારે સામે વાળા અને ઓર્ગેનાઈઝર એ માથાકૂટ કરતા હતા, પરંતુ હું નીચે ઉતરી નહિ. પરંતુ જયારે મારા ભાઈનો કોલર પકડ્યો ત્યારે હું નીચે ઉતરી.”

તેને આગળ જણાવ્યું કે, “ત્યારે સામેવાળાએ મારી ટી-શર્ટ ફાડી નાખી અને મારી ગાડીના ત્રણ કાચ પણ તોડી નાખ્યા. આ ઉપરાંત મારા ગળામાં રહેલી સોનાની કંઠી તોડી લઇ ગયા, ઓર્ગેનાઈઝરની કંઠી તોડી અને મારા ભાઈની પણ કંઠી તોડી નાખ. મારા ભાઈના ગળામાં વિહત લખેલી ચેઇન હતી તે પણ કાઢી નાખી.”

કાજલ મહેરિયાએ જણાવ્યું કે આ હુમલો તેના ઉપર જીની અદાવતમાં કરવામાં આવ્યો હતો. દોઢ બે વર્ષથી અમને ધમકી આપે છે અને અમારી સાથે આવતા છોકરાઓને પણ ધમકી આપતા હતા, આ ઉપરાંત પાંચ લાખ રૂપિયા આપવાની પણ ધમકીઓ આપતા હતા. પણ આ વખતે તેમને બહુ ખરાબ કર્યું. રોડ વચ્ચે મારા કપડાં ફાડી નાખ્યા.”

કાજલે એમ પણ જણાવ્યું કે “વિહત માતાજીની કૃપાથી અમે ત્યાંથી નીકળી ગયા અને અમારો જીવ બચી ગયો.” કાજલે જ 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું પણ જણાવ્યું હતું. તેને 5 લોકો નામજોગ ફરિયાદ નોંધાવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. હાલ આ મામલામાં પોલીસ તપાસ કરી રહી છે.

Niraj Patel