એક્ટ્રેસ કાજલ અગ્રવાલે તાજેતરમાં જ ઉદ્યોગપતિ ગૌતમ કીચલુ સાથે લગ્ન કર્યા છે. આજકાલ કાજલ માલદીવમાં તેના પતિ ગૌતમ સાથે હનીમૂનનો આનંદ લઇ રહી છે. આ દરમિયાન તેમના હનીમૂનના ફોટા સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. અભિનેત્રી સતત હનીમૂનના ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી રહી છે. તાજેતરમાં જ કાજલે ઇન્સ્ટા પર કેટલીક નવી તસ્વીરો શેર કરી છે.

આ તસ્વીરમાં ન્યુલી મેરિડ કપલ અંડર વોટર રોમાન્સ કરતા નજરે ચડે છે. કાજલે જે તસ્વીર શેર કરી તેમાં તે બ્લુ રંગના બેકલેસ ડ્રેસમાં નજરે આવી છે. આ ડ્રેસમાં કાજલ બેહદ ખુબૂસુરત લાગી રહી છે. તો ગૌતમ કિચલુ કેઝ્યુઅલ લુકમાં શર્ટ અને જીન્સમાં નજરે આવી રહ્યો છે. બંને પાણીની અંદર એક રૂમમાં બેઠા છે. તેની આસપાસ ઘણી માછલીઓ છે.

હનીમૂન સાથે જોડાયેલી તસ્વીરમાં કાજલ પતિ ગૌતમ કિચલુ સાથે રોમેન્ટિક અંદાજમાં નજરે આવી રહી છે. તસ્વીર શેર કરતા કાજલ અગ્રવાલે લખ્યું હતું કે, હું માછલીઓ તરફ જોઈ રહી છું અને માછલીઓ મારી તરફ જોઈ રહી છે.

આ પહેલા પણ કાજલે હનીમૂનની ઘણી તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. આ તસ્વીરો પર લોકો લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં કાજલની હનીમૂનની તસ્વીર છવાઈ ગઈ છે

જણાવી દઈએ કે, ગૌતમ અને કાજલ એકબીજાને 7 વર્ષથી ઓળખે છે. પરંતુ આ સાત વર્ષની મિત્રતામાં ત્રણ વર્ષ બંનેએ એકબીજાને ડેટ કર્યું હતું અને કોરોના કાળમાં લગ્ન કરવાનું નક્કી કર્યું. સિંઘમ ફેમ કાજલે 30 ઓક્ટોબર 2020 ના રોજ ગૌતમ સાથે લગ્ન કર્યા હતા.

એક ઇન્ટરવ્યુમાં કાજલે કહ્યું હતું કે, ‘અમે બંને ઘણાં વર્ષોથી એકબીજાને જાણતા હતા, પરંતુ લોકડાઉન દરમિયાન અમે ઘણા અઠવાડિયા સુધી એકબીજાને મળી શક્યા નહીં, એકબીજાને જોઈ શક્યા નહીં.

ઘણી વાર અમે કરિયાણાની દુકાનમાં માસ્ક સાથે મળી જતા હતા. આ સમય દરમિયાન અમને સમજાયું કે અમે સાથે રહેવા માંગીએ છીએ. આ સમય દરમિયાન ગૌતમે મને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો અને હું ના પાડી શકી નહીં.’