મનોરંજન

કાજલ અગ્રવાલે મંગેતર ગૌતમ સાથે પહેલી વાર શેર કરી તસ્વીર, ત્રણ દિવસ બાદ છે લગ્ન

સિનેમા જગતમાં હાલ ખુશખબરી આવી રહી છે. ઘણા ફિલ્મી સિતારાઓ કોરોના કાળમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે તો ઘણા લોકોના ઘરમાં કિલકારી ગુંજી ઉઠી છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક્ટ્રેસ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ જવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

આ એક્ટ્રેસ દક્ષિણ ભારતની જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ. કાજલ આગામી 30 તારીખે ઇન્ટિરિયર વસ્તુનો બિઝનેસ કરતા ગૌતમ કિચલુ સાથે લગ્નગ્રંથિથી જોડાશે. હવે કાજલએ તેના મંગેતર ગૌતમ કિચલુ સાથે તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

30 ઓક્ટોબરના રોજ કાજલ લગ્નના બંધનમાં બંધાઈ જશે આ વાતની જાણકારી ખુદ એક્ટ્રેસે 6 ઓક્ટોબરના રોજ એક સોશિયલ મીડિયામાં પોસ્ટના માધ્યમથી ફેન્સને આપી હતી. આ બાદ બધા જ ગૌતમ કિચલુને જોવા અને તેના વિષે જાણકારીની રાહ જોતા હતા. હવે કાજલે ફેન્સને તેના થનારા પતિનો પરિચય કરાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

દશેરા પ્રસંગે કાજલે ગૌતમ સાથે તેનો ફોટો શેર કર્યો છે. તેણે પોતાના ઓફીશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા દશેરાના શુભ પ્રસંગે ગૌતમ સાથે તેની ખૂબ જ સુંદર તસ્વીરો શેર કરી છે. તસ્વીરોમાં કાજલ અને ગૌતમની જોડી આકર્ષક લાગી રહી છે. આ સાથેના કેપ્શનમાં કાજલે લખ્યું, ‘અમારા વતી આપ સૌને દશેરાની શુભકામના.’ આ સાથે તેણે ગૌતમને પણ ટેગ કર્યું છે.

 

View this post on Instagram

 

Happy Dussehra from us to you ! @kitchlug #kajgautkitched

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

પ્રસંગને જોતા કાજલ અને ગૌતમે પરંપરાગત વસ્ત્રો પહેર્યા છે. ગૌતમે આ પ્રસંગ માટે કાળો લાંબો કુર્તા અને પાયજામા પર પસંદગી ઉતારી હતી. કાજલે વાદળી રંગના કુર્તા અને શરારા પર પસંદગી ઉતારી હતી. બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. કાજલે આ તસ્વીરો સાથે દશેરાની શુભેચ્છા પાઠવી છે.

 

View this post on Instagram

 

A post shared by kajal is my heart beat (@kajal_my_heart_beat_forever) on

જણાવી દઈએ કે, તાજેતરમાં જ કાજલ અગ્રવાલે પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. આ સાથે તેમણે ‘શાદી વેનિટી’ લખ્યું. કાજલ અને ગૌતમ કીચલૂના લગ્ન એક ખાનગી સમારોહમાં થશે, જેમાં પરિવાર અને કેટલાક નજીકના મિત્રો શામેલ હશે. આ પહેલા કાજલ અગ્રવાલની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જેમાં તે લગ્ન પહેલા બેચલર પાર્ટી કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by 👑 KA 👑 (@ayesha_kajalfan) on

ગૌતમ એક ઇન્ટિરિયરના બિઝનેસમેન છે. ઇન્સ્ટાગ્રામ પેજ જોઇને ખ્યાલ આવે છે કે તેમને ડિઝાઇન કેટલી ગમે છે. ગૌતમ અને કાજલના લગ્નની તૈયારીઓ જોર-જોરથી ચાલી રહી છે. થોડા દિવસો પહેલા લગ્ન માટે તૈયાર કરેલા કપડાની એક ઝલક બતાવવામાં આવી હતી. તેમણે ચાહકોને પૂછ્યું કે ડિઝાઇનર્સ કોણ હોઈ શકે.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલ સાઉથ સિનેમાનું એક મોટું નામ છે. આ સાથે જ બોલીવુડમાં ઓછી ફિલ્મમાં કામ કર્યા બાદ પણ તેને સારું નામ બનાવી લીધું છે. જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલએ બૉલીવુડ હિટ ફિલ્મ લિસ્ટમાં સિંઘમ, સ્પેશિયલ 26 અને દો લફઝો જેવી ફિલ્મ શામેલ છે. બહુ ઓછા લોકો જાણે છે કે કાજલની પહેલી ફિલ્મ તમિલ અથવા તેલુગુ નહીં પરંતુ હિન્દી ફિલ્મ ‘ક્યુ હો ગયા ના’ હતી.