મનોરંજન

બિકી પહેરીને પુલમાં બ્રેકફાસ્ટ કરતી જોવા મળી કાજલ, ચર્ચામાં છે માલદીવની વેકેશનની તસ્વીર

લગ્ન પહેલા ક્યારેય અંગપ્રદર્શન નહોતી કરતી, લગ્ન થતા જ માલદીવમાં ફેન્સને બેહોશ કરી નાંખ્યા એવી એવી તસ્વીરો મૂકી…જુઓ

બૉલીવુડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલએ તેના બોયફ્રેન્ડ ગૌતમ કિચલુ સાથે 30 ઓક્ટોબરના રોજ પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ બાદ કાજલ અગ્રવાલ તેના પતિ સાથે માલદીવ હનીમૂન માટે ગઈ હતી. કાજલ અગ્રવાલ 10 દિવસ પહેલા જ માલદીવમાં હનીમુન મનાવ્યા બાદ મુંબઈ પરત ફરી છે આમ છતાં પણ વેકેશનના મૂડમાં છે.

હાલમાં જ કાજલ અગ્રવાલએ માલદીવમાં પુલમાં બ્રેકફાસ્ટનો આનંદ લેતી હોય તેવી તસ્વીર શેર કરી હતી. કાજલ અને ગૌતમ દિવાળીના થોડા દિવસ પહેલા જ મુંબઈ પરત ફર્યા હતા. કાજલ અગ્રવાલએ તેની હનીમૂનની તસ્વીર શેર કરી હતી જેમાં ઘણી સ્ટનિંગ લાગી રહી છે.

મંગળવારના દિવસે કાજલે તેની માલદીવની એક ખુબસુરત તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર ગૌતમ કિચલુ દ્વારા ક્લિક કરવામાં આવી છે. આ તસ્વીરમાં કાજલ પુલમાં નાસ્તો કરતી જોવા મળી રહી છે.

તસ્વીર જોઈને અંદાજ લગાવી શકાય છે કે, કાજલનું ધ્યાન નાસ્તા પર છે. નાસ્તાનો આનંદ માણતી વખતે કાજલે એક મલ્ટી રંગની પહેરી છે. આ સાથે જ સ્ટ્રોબેરીનો આનંદ લેતી  નજરે ચડે છે. આ સાથે જ તેને તસ્વીરનાં કેપ્સનમાં લખ્યું હતું કે, મૂડ.

માલદીવથી પાછા ફર્યા પછી કાજલ અગ્રવાલે ભાઈ-બહેનો સાથે ભાઈબીજની ઉજવણી કરી. હવે તે તેની આગામી ફિલ્મ આચાર્યનું શૂટિંગ શરૂ કરવા તૈયાર છે. જેમાં તે મેગાસ્ટાર ચિરંજીવીની જોડીમાં જોવા મળશે. કોરાતલ્લા શિવા દિગ્દર્શિત આ ફિલ્મ 2021માં રિલીઝ થશે.

અગાઉ કાજલ અને ચિરંજીવીએ કેદી નંબર 150 માં કામ કર્યું હતું. જે તમિલ હિટ ફિલ્મ કૈથીની રિમેક છે. અભિનેતા સોનુ સૂદ અને તનીકેલા ભરણી સાથે શૂટિંગ આગળ વધી રહ્યું છે. ટૂંક સમયમાં ચિરંજીવી અને કાજલ ટીમમાં જોડાશે અને શૂટિંગ શરૂ કરશે.

કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબરના રોજ મુંબઇમાં ગૌતમ કીચલૂ સાથે લગ્ન કર્યા. ત્રણ વર્ષ ડેટિંગ કર્યા પછી કપલે લોકડાઉન દરમિયાન આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેમના લગ્ન બાદ બંનેએ માલદીવમાં હનીમૂન મનાવ્યું હતું.

કાજલ અને તેના પતિ ગૌતમે માલદીવની ઘણી તસ્વીરો શેર કરી હતી. જેમાં તે બંને ખૂબ જ આનંદ માણતા જોવા મળ્યા હતા. તસ્વીરો પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે બંને એક બીજાને ખૂબ પસંદ કરે છે.