ખબર મનોરંજન

કાજલ અગ્રવાલે અત્યંત પૈસાદાર વ્યક્તિ જોડે આવી રીતે લીધા સાત ફેરા, જુઓ વાઇરલ થઇ તસ્વીરો

અભિનેત્રી કાજલ અગ્રવાલ અને બિઝનેસમેન ગૌતમ કિચલુ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ શુક્રવારે મુંબઈના તાજ મહેલ પેલેસમાં એક-બીજા સાથે સાત ફેરા લીધા હતા. કાજલ અને ગૌતમના લગ્ન પહેલાની રસમોની ધણી તસ્વીરો અને વિડીયો વાયરલ થાય છે. કાજલ અને ગૌતમના લગ્નની ઘણી તસ્વીરો ચાહકો દ્વારા શેર કરવામાં આવી રહી છે. ચાહકોને આ તસ્વીરો ખુબ જ પસંદ આવી રહી છે. કાજલ ઇન્સ્ટાગ્રામમાં પોતાના ચાહકો માટે લગ્નની  અલગ-અલગ તસ્વીરો શેર કરી રહી છે.

આ તસ્વીરોમાં લગ્ન પહેલા તૈયાર થવાથી લઈને વરમાળા અને ફેરા સુધીની તમામ તસ્વીરો શામેલ છે. આમ તો કોરોનાના કારણે લગ્નમાં વધારે લોકો આવ્યા ન હતા પરંતુ કેટલાક ખાસ મહેમાનો અને પરિવારના સભ્યો આ લગ્નમાં જોડાયા હતા. કાજલના લગ્નની સાથે તેના લુકની પણ ખુબ જ ચર્ચા થઇ હતી. આ તસ્વીરોમાં કાજલ ખુબ જ સુંદર લાગી રહ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલના લગ્નમાં ચાહકોની સાથે સાથે ઘણી ફિલ્મી હસ્તીઓએ પણ લગ્નની શુભેચ્છા પાઠવી હતી. કાજલે આ  મહિનાની શરૂઆતમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરી હતી જેમે તેને પોતાના લગ્નની જાહેરાત કરી હતી. સાથે તેને એ પણ જાણકારી આપી હતી કે તે 30 ઓક્ટોબરના ગૌતમ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જેમ પરિવારના નજીકના જ લોકો શામેલ થવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલે આગળ જણાવ્યું કે ‘આ મહામારીએ આપણા જીવનમાં ખુબ જ પ્રભાવ નાખ્યો છે પરંતુ આ બધાની વચ્ચે આમે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તમે અમને તમારા આશીર્વાદ આપજો.’ કાજલે એ પણ જણાવ્યું હતું કે લગ્ન પછી તે ફિલ્મોમાં કામ કરવાનું નહીં છોડે.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલના થવાવાળાપતિ  ગૌતમ ઉદ્યમી અને ઇન્ટીરિયલ ડિઝાઈનના શોખીન છે. ઇન્ટીરિયલ ડિઝાઈનની વેબસાઇટ ચલાવે છે. ગૌતમ મુંબઈની કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો છે, ત્યારબાદ તે યુ.એસ.માં ટફ્ટ્સ યુનિવર્સિટીનો અભ્યાસ કરવા ગયો. ડિસર્સન લિવિંગ નામની પોતાની વેબસાઇટ શરૂ કરતા પહેલા, તેઓ ફેબફર્નિશના વાઇસ પ્રેસિડેન્ટ અને ધ એલિફન્ટ કંપનીના સીઈઓ હતા.