મનોરંજન

OMG ‘સિંઘમ’ની હિરોઈને સ્વિમિંગ પુલમાં મચાવી સુનામી, ન્હાતા બોલ્ડ ફોટોસ મુક્યા…જુઓ

ફિલ્મ સિંઘમની અભિનેત્રી કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર મોટાભાગે પોતાની ધમાકેદાર તસ્વીરો અને વીડિયોની સાથે ધૂમ મચાવતી જોવા મળે છે. સાઉથ સિનેમા જગતની હિટ અભિનેત્રી કાજલ બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે.

એવામાં હાલમાં જ કાજલે સ્વિમિંગ પુલની પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કાજલ સ્વિમિંગ પુલમાં મન ભરીને મસ્તી કરતી જોવા મળી રહી છે, તેની આ તસ્વીર પર લોકો ખુબ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કાજલના આવા હોટ અવતારને ખુબ પસંદ કરી રહ્યા છે.

કાજલે સ્વિમિંગ પુલની ત્રણ તવસીરો શેર કરી છે અને કૈપ્શનમા લખ્યું કે, “જ્યા પણ જાઓ સુનામી લાવો, મને પાણી સાથે ખેલવું ખુબ પસંદ છે’. અમુક દિવસો પહેલા પણ કાજલની સમુદ્ર કિનારાની તસ્વીર પણ ખુબ વાયરલ થઇ હતી.

કાજલે ફિલ્મી દુનિયામાં ડેબ્યુ વર્ષ 2004 માં ઐશ્વર્યા રાય અને વિવેક ઓબેરૉયની ફિલ્મ ‘કયો હો ગયા ના’ દ્વારા કરી હતી. જેના પછી કાજલે સાઉથ ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું હતું.

કાજલે અજય દેવગન સાથેની ફિલ્મ સિંઘમમાં દમદાર અભિનય કરીને લોકોનું દિલ જીતી લીધું હતું. અજાય-કાજલની જોડીને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.