મશહૂર અભિનેત્રી કાજલ અગ્રવાલનું ઘર છે ખૂબ જ આલીશાન, જુઓ Inside Photos

પતિ ગૌતમ સાથે મુંબઇના આ આલીશન ઘરમાં રહે છે ખૂબસુરત અભિનેત્રી કાજલ, ડેકોરેશન જોઇ ખીલી ઉઠશે તમારુ મન

બોલિવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી કાજલ અગ્રવાલ તેનો કમાલ બતાવી ચૂકી છે. થોડા સમય પહેલા જ બિઝનેસમેન અને બોયફ્રેન્ડ ગતમ કિચલૂ સાથે લગ્ન કર્યા છે. તે આ દિવસોમાં પતિ સાથે ક્વોલિટી સમય વીતાવી રહી છે. કાજલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો શેર કરતી રહે છે.

કાજલ અગ્રવાલ તેના પતિ ગૌતમ કિચલૂ સાથે લગ્ન બાદથી ઘણી તસવીરો શેર કરી રહી છે. લગ્ન બાદ તેના ઘરમાં પૂજા દરમિયાનની પણ કાજલે તસવીર શેર કરી હતી, જેમાં તે બંને ઘણા ખુશ જોવા મળી રહ્યા હતા. કાજલ અને ગૌતમનું ઘર ઘણુ જ ક્લાસી રીતે ડિઝાઇન કરવામાં આવ્યુ છે. જેમાં સાદગીની પણ ઝલક છે.

ઘરના ડાયનિંગ એરિયામાં એક મોટુ મારબલ ટેબલ છે. આ સાથે જ ક્રીમ કલરની ખુરશીઓ પણ છે, જે ઘણી સારી લાગી રહી છે. ઘરની ચારે બાજુુ મોટી કાચની વિંડો લગાવવામાં આવી છે. જેના બહાર પૂરો ગ્રીન એરિયા જોઇ શકાય છે.કાજલના બેડરૂમમાં વ્હાઇટ બેડ છે. જેની પાછળની દિવાલ પર લાગેલી મોટી પેઇન્ટિંગ તેની ખૂબસુરતીમા ચાર ચાંદ લગાવી રહી છે.

ઘરનો સૌથી બેસ્ટ અને ખૂબસુરત પાર્ટ અગાશી છે. જયાં ઘણો સુંદર સીટિંગ એરિયા છે. અહીંથી બહારનો ખૂબસુરત નજારો જોઇ શકાય છે. ઘરમાં એક વર્કિંગ એરિયા પણ છે જયાં વુડન ટેબલ લાગેલી છે. આ સાથે એક ચેર પણ છે અને ટેબલને ફૂલ અને કેંડલથી સજાવવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, કાજલ અને ગૌતમના લગ્ન છેલ્લા વર્ષે ઓક્ટોબરમાં થયા હતા. જો કે, તેમણે લગ્ન લોકડાઉનના નિયમોનું પાલન કરીને કર્યા હતા. તેમના લગ્નમાં માત્ર ઘર-પરિવારના લોકો જ હાજર હતા. લગ્ન બાદ કાજલ અને ગૌતમે તેમનુ હનિમુન માલદીવમાં મનાવ્યુ હતુ.

અભિનેત્રી કાજલ અગ્રવાલ તેની પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઇફને કારણે ચર્ચામાં રહે છે. સાઉથથી બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનાર કાજલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

કાજલના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ “મુંબઇ સાગા”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશમી અને જોન અબ્રાહમ હતા. તેણે બોલિવુડ અને સાઉથના ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યુ છે. આ જ કારણ છે કે, તે દેશભરમાં લોકપ્રિય છે.

Shah Jina