બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી કાજલ અગ્રવાલ હવે માતા બની ગઈ છે. હાલમાં જ બોલીવુડની ‘સિંઘમ ગર્લ’ એટલે કે કાજલ અગ્રવાલના ઘરે ખુશીએ દસ્તક આપી છે. કાજલનું ઘર નાના બાળકની કિલકારીથી ગુંજી ઉઠ્યું છે. અભિનેત્રીએ તેના પતિ ગૌતમ કિચલુ સાથે તેના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે. જણાવી દઇએ કે, કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબર 2020ના રોજ બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે ખૂબ જ ધૂમધામથી લગ્ન કર્યા હતા.
લગ્ન પછી, કાજલે 1 જાન્યુઆરી, 2022ના રોજ પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. હવે અભિનેત્રી માતા બની ગઈ છે. ‘બોલીવુડ બબલ’ના અહેવાલ મુજબ, કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલુએ તેમના ઘરમાં પુત્રનું સ્વાગત કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને પહેલીવાર માતા-પિતા બનીને ખૂબ જ ખુશ છે. જો કે, કાજલ અને ગૌતમે પોતે આ સમાચારની પુષ્ટિ કરી નથી.
25 ફેબ્રુઆરી 2022ના રોજ કાજલે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પતિ ગૌતમ કિચલેુ સાથે બેબી શાવર દરમિયાનની એક સુંદર તસવીર શેર કરી હતી. ફોટામાં બંને એકબીજાની આંખોમાં પ્રેમથી જોતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કપલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી. કાજલે તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ હતુ કે, મળો અમારા પરિવારના નવા સભ્ય લિટલ મિયાને.
મને ઓળખનાર બધા જાણે છે કે મને ડોગ ફોબિયા છે. ત્યાં કિચલૂ પણ હંમેશા ડોગ લવર રહ્યા છે. તે પણ પેટ એનિમલ સાથે મોટા થયા છે અને સાચા પ્રેમને સમજે છે. જીવન આપણને બિલકુલ પ્રેમ કરવાનું નથી શીખવતી. મિયા તેના સાથે અમારા જીવનમાં ઘણી ખુશી અને એક્સાઇટમેંટ લઇને આવ્યા છે. હું જોવા માંગુ છુ કે અમારી જર્ની કેવી રીતે આગળ વધે છે.
કાજલે જે તસવીર શેર કરી હતી, તેમાંથી એક તસવીરમાં તે મિયાને ખોળામાં લઇને ઊભી જોવા મળી રહી હતી અને બીજી તસવીરમાં મિયા કેમેરા બાજુ ઘણા પ્રેમથી જોઇ રહ્યા હતા. કાજલ ઉપરાંત તેના પતિ ગૌતમ કિચલૂએ પણ મિયા સાથેની તસવીર શેર કરી હતી. જેમાં એક તસવીરમાં તે મિયા સાથે સૂતા જોવા મળ્યા હતા.ગૌતમ કિચલૂએ કેપ્શનમાં લખ્યુ કે, પહેલુ બાળક…ફાઇનલી કંસીવડ કાજલ અગ્રવાલ…વેલકમ પપી મિયા. જણાવી દઇએ કે, કાજલ અને ગૌતમના ઘરે એક પેટ ડોગ છે. જેનું નામ તેમણે મિયા રાખ્યુ છે.