ખબર ફિલ્મી દુનિયા

લગ્નના એક અઠવાડિયા બાદ હનીમૂન પર ગઈ કાજલ અગ્રવાલ, તસ્વીર શેર કરી આપી જાણકારી

ગૌતમ કિચલુ સાથે હનીમૂન પર નીકળી કાજલ અગ્રવાલ, લગ્ન બાદ નામ બદલવા પર એક્ટ્રેસે કહી દીધી આ વાત

એક્ટ્રેસ કાજલ અગ્રવાલ 30 ઓક્ટોબરના લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. કાજલે બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. કાજલ અને ગૌતમના લગ્ન મુંબઈની તાજ હોટેલમાં સંપન્ન થયા હતા. કોરોનાની મહામારીને કારણે કાજલ અને ગૌતમના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ શામેલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલે ઓક્ટોબર મહિનાની શરુઆતમાં જ બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્નની જાહેરાત કરી હતી. કાજલે જણાવ્યું હતું કે, 30 ઓક્ટોબરએ બંને લગ્ન ગ્રંથિથી બંધાશે.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલ અને ગૌતમના લગ્નની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. કાજલે તેના લગ્નની તસ્વીર ફેન્સ માટે સોશિયલ મીડિયામાં શેર કરી હતી. 7 નવેમ્બરના રોજ કાજલે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, તે પતિ સાથે હનીમૂન પર જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલ અગ્રવાલે તેના અને ગૌતમ કીચલુના પાસપોર્ટની તસ્વીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા છે. આ પાસપોર્ટ સાથે કાજલે ‘જવા માટે તૈયાર’ લખ્યું હતું. આ કેપ્શન સાથે તેણે વિમાનની ઇમોજી પણ શેર કરી છે.

Image source

અભિનેત્રીએ તેના અને તેના પતિના નામના કસ્ટમાઇઝ્ડ પાઉચ પણ શેર કર્યો છે. આ પાઉચ સાથે તેમણે લખ્યું, ‘બેગ ભરેલા છે.’ ગૌતમએ એક તસ્વીર શેર કરી હતી પરંતુ તેને જણાવ્યું ના હતું કે તે ક્યાં છે. પરંતુ હવે કાજલે તસ્વીર શેર કરીને જણાવી દીધું છે કે તે હાલ માલદીવમાં છે.

Image source

કાજલે લગ્ન બાદ નામ બદલવા પર પોતાનું મંતવ્ય આપ્યું છે. કાજલે જણાવ્યું હતું કે, આ એક બહુ જ શાનદાર ફીલિંગ છે. હું મિસિસ કિચલુ સાંભળવાની આદત પાડી રહી છું. અત્યારે પણ હું જયારે સાંભળું છું ત્યારે મને સારું લાગે છે. આ મારી જિંદગીનું એક અલગ જ અને નવું પગલું છે.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલુ લગ્ન પહેલા ઘણા વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું, કાજલ અગ્રવાલે ગૌતમ કીચલુ સાથેની તેની ઘણી તસ્વીરો શેર કરી છે. આ સાથે જ લખ્યું- ‘અને બસ, મિસથી મિસિસ તરફ ! મેં મારા વિશ્વાસુ, જીવનસાથી, શ્રેષ્ઠ મિત્ર અને સોલમેટ સાથે લગ્ન કર્યા. આ બધું અને આપણું ઘર મેળવીને હું ખુબ ખુશ છું.’

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલ સાઉથ સિનેમાનું એક મોટું નામ છે. આ સાથે જ બોલીવુડમાં ઓછી ફિલ્મમાં કામ કર્યા બાદ પણ તેને સારું નામ બનાવી લીધું છે. જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલએ બૉલીવુડ હિટ ફિલ્મ લિસ્ટમાં સિંઘમ, સ્પેશિયલ 26 અને દો લફઝો જેવી ફિલ્મ શામેલ છે. બહુ ઓછા લોકો જાણે છે કે કાજલની પહેલી ફિલ્મ તમિલ અથવા તેલુગુ નહીં પરંતુ હિન્દી ફિલ્મ ‘ક્યુ હો ગયા ના’ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on