અભિનેત્રી કાજલ અગ્રવાલે શેર કરી તેની લેટેસ્ટ તસવીરો, જોવા મળી ખૂબ જ ગ્લેમરસ

ફેન્સ બોલ્યા, લગ્ન પછી ફિગર મસ્ત થઇ ગયું છે- જુઓ PHOTOS

અભિનેત્રી કાજલ અગ્રવાલ તેની પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઇફને કારણે ચર્ચામાં રહે છે. સાઉથથી બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનાર કાજલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. (Image Credit/Instagram-kajalaggarwalofficial)

કાજલ તેની ગ્લેમરસ તસવીરો અને ફોટોશૂટ તેમજ પતિ સાથે પણ તસવીરો શેર કરતી રહે છે. હાલ તે તેની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

કાજલ આ તસવીરોમાં ઘણી ખૂબસુરત લાગી રહી છે. કાજલે લાઇટ ચોકલેટ કલરનું ગાઉન પહેર્યુ છે. આ ડ્રેસમાં તે ગ્લેમરસ લાગી રહી છે. આ સાથે તેણે ટ્રાંસપરન્ટ હીલ પહેરી છે અને મેકઅપ કર્યો છે.

કાજલની આ તસવીરો પર ચાહકો દિલ ખોલીને કમેન્ટ કરી રહ્યા છે અને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કાજલના ઇન્સ્ટાગ્રામ પર 18.2 મિલિયન ફોલોઅર્સ છે.

તમને જણાવી દઇએ કે, હાલમાં જ કાજલે તેના પતિ ગૌતમ કિચલૂ સાથે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. જેની તસવીર તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. કાજલે 30 ઓક્ટોબર 2020ના રોજ બિઝનેસમેન ગૌતમ કિચલૂ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ હતી.

કાજલના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ “મુંબઇ સાગા”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશમી અને જોન અબ્રાહમ હતા. તેણે બોલિવુડ અને સાઉથના ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યુ છે. આ જ કારણ છે કે, તે દેશભરમાં લોકપ્રિય છે.

Shah Jina