ગુજરાતની આ લોકપ્રિય ગાયિકા પણ પહોંચી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લેવા માટે, તસવીરો શેર કરીને કહ્યું “નાનું અમથું એક શહેર જાણે જીવંત થયું..”

કિંજલ દવે, ગીતાબેન રબારી, અલ્પાબેન પટેલ બાદ હવે વધુ એક લોકપ્રિય ગાયિકાએ લીધી પ્રમુખ નગરની મુલાકાત, તસવીરો શેર કરીને વ્યક્ત કરી ખુશી, જુઓ

અમદાવાદમાં યોજાઈ રહેલો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આખી દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, રોજ અહીંયા લાખો લોકો મુલાકાત લેવા માટે આવે છે અને અહીંયા 600 એકર જમીનમાં બનેલા ભવ્ય પ્રમુખસ્વામી નગરને જોઈને અભિભૂત થાય છે, સાથે જ પોતાની ખુશી પણ વ્યક્ત કરતા જોવા મળે છે.

આ મહોત્સવમાં અત્યાર સુધી ઘણા નામી અનામી કલાકારો સાથે સાથે ઘણા બધા રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ પણ મુલાકાત લેવા માટે આવી ગયા છે. ઘણા લોકોએ તેમના સોશિયલ મીડિયામાં આ મુલાકાતની તસવીરો શેર કરીને પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. સાથે જ આ મહોત્સવના વખાણ પણ કર્યા છે.

ત્યારે આ મહોત્સવની મુલાકાત લેવા માટે ગુજરાતની લોકપ્રિય ગાયિકા કૈરવી બુચ પણ પહોંચી હતી. કૈરવી બુચે આ મુલાકાત બાદ તેની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી, જેને લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસવીરો શેર કરવાની સાથે કૈરવી બુચે એક સરસ કેપશન પણ લખ્યું છે.

તેને લખ્યું છે કે, “ગઈ કાલે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં એઝ અ ગેસ્ટ એટલે કે એક મહેમાન તરીકે જવાનો મોકો મળ્યો. નાનું અમથું એક શહેર જાણે જીવંત થયું છે.. પ્રમુખ સ્વામી મહારાજના વિચારો, એમનું જીવન જાણ્યું અને ખરેખર i was touched, moved, inspired.. લોકો માટે એ જીવ્યા અને હરિભકતોનો અદભુત પ્રેમ સદીઓ સુધી એમને અને આ સમાજને મળતો રહશે.. felt blessed in the divine vibrations! જય શ્રી સ્વામિનારાયણ”

કૈરવી બુચ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તે પ્રમુખસ્વામી મહારાજની વિરાટ પ્રતિમા સામે બે હાથ જોડીને ઉભેલી જોઈ શકાય છે. આ ઉપરાંત આ પ્રતિમા સામે ઉભા રહીને તેમને અન્ય કેટલીક તસવીરો પણ ખેંચાવી હતી. કૈરવી બુચે આ નગરમાં બનેલા અક્ષરધામ સામે પણ પોતાની તસવીરો ક્લિક કરાવી છે.

આ ઉપરાંત અન્ય એક તસ્વીરમાં તે ચરણની બનાવેલી પ્રતિમા પાસે ચરણસ્પર્શ કરતા પણ જોવા મળી રહી છે. તેની આ તસવીરો પર ચાહકો હવે ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા બધા ચાહકો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ પણ કહેતા જોવા મળી રહ્યા છે તો ઘણા લોકો તેની તસવીરોની પ્રસંશા પણ કરતા જોવા મળે છે.

તસ્વીરોમાં કૈરવી બુચ ખુબ જ ખુશ પણ જોવા મળી રહી છે, આ મહોત્સવની મુલાકાત દરમિયાન કૈરવીએ ઘણી બધી તસવીરો ક્લિક કરાવી. કૈરવી ઉપરાંત પણ ગુજરાતના ઘણા બધા નામચીન ગાયકો અને કલાકારો પણ આ મહોત્સવની મુલાકાત લઇ ચુક્યા છે અને મુલાકાત બાદ પોતાના પ્રતિભાવ પણ આપ્યા છે.

Niraj Patel