લાલ પાનેતર, હાથમાં ચૂડો અને બેટ સાથે કરાવ્યુ આ ક્રિકેટરે એવું ફોટોશૂટ કે તસવીરો જોઇ દિલ હારી બેસશો

લગ્ન પહેલા પ્રી-વેડિંગ શૂટ કરાવવાનો હવે ટ્રેન્ડ બની ગયો છે. લોકો અલગ-અલગ થીમ પર ફોટોશૂટ કરાવે છે. ત્યારે હાલમાં જ એક મહિલા ક્રિકેટર તેના અલગ સ્ટાઇલના વેડિંગ શૂટને લઇને હેડલાઈન્સમાં છે. આ ક્રિકેટરે દુલ્હનના ડ્રેસમાં બેટ-બોલ સાથે ફોટોશૂટ કરાવ્યું છે. સોમવારના રોજ આ ક્રિકેટરે તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ક્રિકેટ વેડિંગ થીમ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. જેમાં તેણે બેટ-બોલ પકડીને ફોટોશૂટ કરાવ્યું હતું.

લાલ રંગનો લગ્નનો જોડો પહેરેલી આ મહિલા ક્રિકેટર ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને આ દરમિયાન તેણે બોલિંગ કરતી વખતે અને બેટિંગનો સ્ટેપ્સ લેતી વખતે ક્લિક કરેલી તસવીરો શેર કરી છે. આ મહિલા ક્રિકેટરનું નામ કાયનાત ઈમ્તિયાઝ છે, જે પાકિસ્તાની ક્રિકેટર છે. તેના લગ્ન 30 માર્ચના રોજ થયા હતા. પરંતુ તેણે વેડિંગ ફોટોશૂટની તસવીરો હાલમાં પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે.

તેણે આ તસવીરો સાથે લખ્યું છે કે ક્રિકેટ થીમ આધારિત ફોટોશૂટ. હંમેશા આ કરવા માંગતી હતી. કાયનાતની આ તસવીરો પર પાકિસ્તાની મહિલા ટીમની ઘણી ખેલાડીઓએ કોમેન્ટ કરી છે. તમને જણાવી દઈએ કે 29 વર્ષીય કાયનાત ઈમ્તિયાઝે પાકિસ્તાન માટે કુલ 15 ODI રમી છે, જેમાં તેના નામે 128 રન અને 9 વિકેટ છે. કાયનાત ઈમ્તિયાઝે 15 ટી20 પણ રમી છે, જેમાં તેના નામે 120 રન અને 6 વિકેટ છે. તેણે વર્ષ 2011માં આયર્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું.

2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર કાયનાત ઈમ્તિયાઝ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. કરાચીની આ સુંદર મહિલા ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. લોકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. હાલમાં, તે સૈફ સાગા ક્લબની મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કેપ્ટન છે. તેમજ તે ખૂબ જ સુંદર છે.ઇમ્તિયાઝે ઘરેલુ સ્તર પર ઘણી ટીમોની કેપ્ટનશીપ કરી છે.

આ ઉપરાંત, તેને એક સારી કેપ્ટન માનવામાં આવે છે કારણ કે તે અદ્ભુત વ્યૂહરચના બનાવે છે. આ સિવાય તેણે અભ્યાસમાં પણ ટોપ કર્યું છે. કાયનાત 2017ના મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમનો ભાગ હતી. તે ભારતીય મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની મોટી ફેન છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ ફાસ્ટ બોલર માટે પોતાનો જુસ્સો બતાવ્યો હતો.

પાકિસ્તાનની મહિલા ક્રિકેટર કાયનાતે 17 જુલાઈએ સગાઈ કરી હતી. આ ખુશખબરી તેણે પોતે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આપી હતી. સગાઈની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી કાયનાતે લખ્યું, “આખરે મેં હા પાડી.” કાયનાત પાકિસ્તાનની મહિલા ટીમની સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક છે. તે તેની બોલિંગ તેમજ તેની શાનદાર ફિલ્ડિંગ માટે જાણીતી છે.

ક્રિકેટ ઉપરાંત, કાયનાત સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે. તે અવાર નવાર તેના ફોટા અને વીડિયો શેર કરવા માટે પણ હેડલાઇન્સમાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 150K ફોલોઅર્સ છે.

Shah Jina