ઢોલીવુડ મનોરંજન

સૂર સમ્રાટ કિર્તીદાન ગઢવીના અવાજમાં “કૈલાશ કે નિવાસી” ગીતની અદભુત રજુઆત, નિહાળો

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે. અને શિવ મંદિરોમાં ભક્તો ઉમળવા પણ લાગ્યા છે. શ્રાવણ માસમાં શિવની મહિમા ગાતા અનેક ગીતો રજુ થતા હોય છે, પરંતુ ગુજરાતના લોકલાડીલા ગાયક જેમને દુનિયાભરમાં પોતાના અવાજનો ડંકો વગાડ્યો છે એવા કિર્તીદાન ગઢવી એક સરસ મઝાનું ગીત શિવભક્તો માટે લઈને આવ્યા છે.

કિર્તીદાન ગઢવી તાલ તાંડવઃ 3.20 કૈલાશ કે નિવાસી તેમના આવાજમાં રજૂ કર્યું છે. આ સમગ્ર ગીત ભોળા શંભુને સમર્પિત છે. તેમનું આ ગીત શ્રાવણના સોમવારને વિશેષ બનાવવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.

ભગવાન શિવની આરાધના કરવાથી રોગીઓના રોગ પણ મુક્ત થતા હોય છે. ભોળા શમ્ભુ કષ્ટોને દૂર કરે છે. ત્યારે ભગવાન શિવની આરાધના કરતુ આ ગીત ભક્તોને ખુબ જ પસંદ આવશે.

આ ગીતની અંદર ખાસ વાજિંત્રો અને વાદ્યો દ્વારા ગીતને વધુ સુંદરતા આપવામાં આવી છે. આ ગીતની અંદર હિમાલય પર્વતોના આરોહ અવરોહને પણ સંગીતમાં આવરી લેવામાં આવ્યા છે. કિર્તીદાન ગઢવીના આવાજમાં ગવાયેલું આ ગીત પણ તમને એક નવી દુનિયાની સફરે ચોક્કસ લઇ જશે.

કિર્તીદાન ગઢવી દ્વારા ભૂતકાળની અંદર તાલ તાંડવઃ 2.18 પણ ગાવામાં આવ્યું છે અને હવે શિવભક્તો માટે તે તાલ તાંડવઃ 3.20 લઈને આવ્યા છે.

નિહાળો આ સરસ મઝાના ગીતને, અને થઇ જાવ શિવમય તમે પણ….!!! ૐ નમઃ શિવાય !!!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.