કોણ છે ભાગેડુ નિત્યાનંદની શિષ્યા અને રાજદૂત વિજયપ્રિયા ? ભારત વિશે ખરાબ ખરાબ વાતો કરેલી

કોણ છે નિત્યાનંદની ખુબસુરત શિષ્યા વિજયપ્રિયા ? UN સુધી કેવી રીતે પહોંચી ગઇ ભાગેડુ નિત્યાનંદની ચેલી ખબર પડી ગઇ

ભારતમાં બરાત્કારના આરોપોનો સામનો કરી રહેલા ભાગેડુ નિત્યાનંદે 25 ફેબ્રુઆરીએ એક ટ્વિટ કર્યું હતું. જે અનુસાર, નિત્યાનંદના ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા (USK)’ના સભ્યએ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની બેઠકમાં હાજરી આપી હતી. જણાવી દઈએ કે નિત્યાનંદે થોડા વર્ષો પહેલા પોતાનું સ્વતંત્ર રાષ્ટ્ર ‘કૈલાસા’ બનાવવાની વાત કરી હતી. હવે નિત્યાનંદે યુએનની બેઠકમાં સમાન કહેવાતા રાષ્ટ્ર ‘કૈલાસા’ના પ્રતિનિધિઓની ભાગીદારી વિશે માહિતી આપી છે. નિત્યાનંદે ટ્વિટ કર્યું હતું કે, યુએન જીનીવામાં યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા (યુએસકે).

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસાએ જીનીવામાં આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો અને ટકાઉ વિકાસ પર યુએનની ચર્ચામાં ભાગ લીધો હતો. નિત્યાનંદે ટ્વીટ સાથે એક મહિલાની તસવીર શેર કરી છે. માથા પર જટા, કપાળ પર ટીકો, ગળામાં રુદ્રાક્ષની માળા અને કેસરી વસ્ત્રો પહેરેલી સ્ત્રી તસવીરમાં જોવા મળી રહી છે. આ મહિલાએ યુનાઈટેડ નેશન્સ જીનીવા ઓફિસમાં મહિલા સમાનતા અને હિન્દુત્વ પર અંગ્રેજી ભાષામાં ભાષણ આપ્યું હતું. આ મહિલાએ પોતાને ‘કૈલાસા’ની પ્રતિનિધિ ગણાવી હતી.

યુએનની બેઠકમાં ભાગ લેનાર ‘કૈલાસા’ના પ્રતિનિધિએ પોતાનું નામ વિજયપ્રિયા નિત્યાનંદ જણાવ્યું હતું. કૈલાસાના ફેસબુક એકાઉન્ટ પર પણ વિજયપ્રિયા નિત્યાનંદને સંયુક્ત રાષ્ટ્રમાં કૈલાસાના ‘સ્થાયી રાજદૂત’ તરીકે વર્ણવવામાં આવી છે. વિજયપ્રિયા નિત્યાનંદ ઉપરાંત, ‘કૈલાસા’ વતી 22 ફેબ્રુઆરીએ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં 5 વધુ મહિલાઓએ હાજરી આપી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં વિજયપ્રિયાએ ઘણા દેશોના પ્રતિનિધિઓને મળ્યા હતા અને મીટિંગની તસવીરો શેર કરી હતી.

મીડિયા અહેવાલ મુજબ યુએનની બેઠકમાં વિજયપ્રિયાએ ભારત પર સાજિશ રચવાનો આરોપ લગાવ્યો હતો. વિજયપ્રિયાએ નિત્યાનંદને હિંદુ ધર્મના ‘સર્વોચ્ચ ગુરુ’ કહ્યા અને આરોપ લગાવ્યો કે નિત્યાનંદ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. વિજયપ્રિયા નિત્યાનંદના ફેસબુક એકાઉન્ટ મુજબ, તે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં રહે છે. નિત્યાનંદના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં વિજયપ્રિયા નિત્યાનંદે ભારતમાંથી ફરાર થયેલા નિત્યાનંદને પોતાના ગુરુ ગણાવ્યા છે. વિજયપ્રિયાએ નિત્યાનંદને તેના જીવનનો સ્ત્રોત ગણાવ્યો છે.

વિજયપ્રિયાએ કહ્યું કે તે તેના ગુરુ અને કૈલાસાને ક્યારેય નહીં છોડે. કૈલાસાની વેબસાઈટ અનુસાર, વિજયપ્રિયા નિત્યાનંદ આ કાલ્પનિક દેશ વતી વિશ્વની અન્ય સંસ્થાઓ સાથે પણ કરાર કરે છે. સંયુક્ત રાષ્ટ્રમાં, વિજયપ્રિયા ઘણા દેશોના પ્રતિનિધિઓને મળી છે અને તેની તસવીરો શેર કરી છે. એક વીડિયોમાં વિજયપ્રિયા નિત્યાનંદ કથિત રીતે કેટલાક અમેરિકન અધિકારીઓ સાથે કેટલાક કરાર પર હસ્તાક્ષર કરતા જોવા મળે છે. વિજયપ્રિયાએ દાવો કર્યો છે કે કૈલાસાએ વિશ્વના ઘણા દેશોમાં પોતાના દૂતાવાસ અને NGO ખોલ્યા છે.

જણાવી દઇએ કે, ભારતથી ભાગ્યા બાદ નિત્યાનંદે ઇક્વાડોરમાં જમીન ખરીદી અને તેને પોતાનો દેશ જાહેર કર્યો. નિત્યાનંદે તેને પોતાનો દેશને ‘કૈલાસા’ એટલે કે ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસા’ USK નામ આપ્યું અને તેને ‘હિંદુ રાષ્ટ્ર’ જણાવ્યુ. કૈલાસાની વેબસાઈટ અનુસાર, આ દેશ દુનિયાભરના અત્યાચારી હિંદુઓને સુરક્ષા આપે છે. અહીં તમામ હિંદુઓ જાતિ અને લિંગના ભેદભાવ વિના શાંતિથી રહે છે. કૈલાસામાં અંગ્રેજી, સંસ્કૃત અને તમિલ ભાષાઓ બોલાય છે. આ દેશનું રાષ્ટ્રીય પ્રાણી ‘નંદી’ છે અને રાષ્ટ્રધ્વજ ‘ઋષભ ધ્વજ’ છે. ધ્વજ પર નિત્યાનંદની તસવીર પણ છે. દેશનું રાષ્ટ્રીય ફૂલ ‘કમળ’ છે અને રાષ્ટ્રીય વૃક્ષ ‘બરગદ’ છે. એટલું જ નહીં, કૈલાસાનું પોતાનું બંધારણ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

Shah Jina