અજબગજબ

OMG: એક કચોરી વેચવાવાળો નીકળ્યો કરોડપતિ, ટર્ન ઓવર જોઈને અધિકારીઓના ઉડ્યા હોંશ

ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાંએ કચોરી વેચવાવાળાનું ટર્ન ઓવર 60 લાખનું હતું. હાલમાં અધિકારીઓ આ મામલાની વધુ તપાસ હાથ ધરી રહી છે.

ઉત્તરપ્રદેશના અલીગઢમાં સ્ટેટ ઇન્ટેલિન્સ બ્યુરો અને સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. અલીગઢમાં સીમા ટોકીઝની પાસે મુકેશ નામનો વેપારી છેલ્લા દસ-બાર વર્ષથી કચોરી અને સમોસા વેચતો હતો. ત્યારે વેપારીના મામલે સ્ટેટ ઇન્ટેલિન્સ બ્યુરો ફરિયાદ થઇ હતી.

Image Source

ત્યારે આ મામલો લખનૌથી અલીગઢ પહોંચ્યો હતો. અલીગઢ વાણિજ્ય કર વિભાગ અને એસાઇબીના અધિકારીએ પહેલા કચોરીવાળની દુકાનની તલાશી લીધી હતી. દુકાન મળ્યા બાદ 2 દિવસ સુધી સતત વોચ ગોઠવી હતી. ત્યાર બાદ 21 જૂનના સર્વ કરવા પહોંચી હતી. સરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારે પુછપરછમાં દર માસનું લાખો રૂપિયાનું ટર્ન ઓવરની વાત સ્વીકારી હતી. સાથોસાથ ગ્રાહકોની સંખ્યા, કાચા માલની ખરીદ સહીત બધી જ જાણકારી આપી હતી. ત્યારબાદ જયારે દુકાનદાર તરફથી આપવામાં આવેલા હિસાબ જોવા લાગ્યા ત્યારે ખબર પડી કે આ દુકાનનું ટર્ન ઓવર 60 લાખ રૂપિયાથી વધારે હતું.

Image Source

વેપારી માટે મુશ્કેલી તો ત્યારે ઉભી થઇ જયારે તપાસમાં ખબર પડી કે તેને જીએસટીમાં રજિસ્ટર્ડ નથી કરાવ્યું. જયારે નિયમ છે કે, જયારે કોઈ વ્યાપારીનું ટર્ન ઓવર 40 લાખથી વધુ હોય ત્યારે તેને જીએસટીમાં રજીસ્ટર્ડ કરાવવું જોઈએ.

Image Source

જાણકારી મુજબ,પ્રાથમિક તપાસમાં ટર્ન ઓવર 60 લાખથી વધુ છે. તપાસ પુરી થયા બાદ આ ટર્ન ઓવર 1 કરોડ સુધી પહોંચી શકે છે. હાલમાં તો એસઆઈબીએ વેપારીને નોટિસ આપી તપાસ શરૂ કરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks