ખબર

મોંઘવારીના સમયમાં છેલ્લા 29 વર્ષથી માત્ર 25 પૈસામાં કચોરી વેચી રહ્યો છે કોલકાતાનો આ શખ્સ

આજૅ મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે, 2 છેડા ભેગા કરવા મુશ્કેલ થઇ ગયા છે. આ મોંઘવારીમાં અમુક લોકોને 2 સમયનું જમવાનું પણ નથી મળતું. તો ઘણા સેવાભાવિ લોકો મદદરૂપ થતા હોય છે.

Image Source

આજે આપણે ક્યાંય જમવા કે નાસ્તો કરવા જઈએ તો 100 રૂપિયાની નોટ તો દેખાતી નથી. શું તમને ખબર છે 25 પૈસામાં શું મળે ? સાંભળીને વિચારમાં પડી ગયા. આ માણસએ આ વાકયને ખોટું પડી દીધું છે. આવી મોંઘવારીના સમયમાં કોલકાતામાં એક દુકાનદાર એવો છે જ્યાં ફક્ત 25 પૈસામાં કચોરી વેચે છે. એટલું જ નહીં આ માણસ છેલ્લા એક-બે દિવસથી નહીં પરંતુ છેલ્લા 29 વર્ષથી વેચી રહ્યો છે.

Image Source

આ દુકાનદારનું નામ છે લક્ષ્મી નારાયણ ઘોષ છે. દુકાનની શરૂઆત 1990માં એક ખાલી પડેલા રૂમમાં કરી હતી. રિપોર્ટ અનુસાર, તે સમયે જ્યોતિ બસુની સરકાર સતા પર હતી ત્યારે કચોરીની કિંમત 50 પૈસા હતી. કોલકાતાના મનિકલક્તાના મુરારીપુકુર સ્થિત આ દુકાનની પાસે ઘણી સ્કૂલ હોય લંચ ટાઈમમાં બાળકો કચોરી ખાવા માટે અહીં આવે છે.

આ દુકાનની શરૂઆત કરનાર લક્ષ્મી નારાયણે બાળકો માટે કચોરીના ભાવ અડધા કર્યા એટલેકે 25 પૈસા કરી નાખ્યા હતા. જેથી કોઈ બાળક કચોરી ખાવાથી વંચિત ના રહી જાય.આ દુકાન સવારે 7 વાગ્યે ખુલી જાય છે. 10 વાગતા સુધીમાં કચોરી ખાવા માટે લોકો લાઈનમાં ઉભા રહી જાય છે. આ બાદ 2 વાગ્યા બાદ તે સ્કૂલની બાળો માટે પેયાઝી, અલુર ચોપ, મોચાર ચોપ, ઢોકર ચોપ, બેગુની વેચે છે તે પણ 1 રૂપિયામાં.

Image Source

આ ઇન્ટરવ્યૂ દરમિયાન તેને જણાવ્યું હતું કે, કચોરીનો ભાવ વધારવામાં આવે તો તેનાથી ઘણા લોકો નિરાશ થઇ જાય. લાંબા સમયટી હી સ્કૂલના બાળકો અહીં કચોરી ખાવવા આવે છે.જેનાથી તેને ઘણો સંતોષ મળે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.