હેલ્થ

રોજ સલાડમાં ખાઓ આ ચીજ વસ્તુ, કેન્સર કે હાર્ટ એટેકથી બચાવમાં મદદ કરશે

જો તમે સ્વસ્થ રહેવા માગો છો તો રોજ ભોજનમાં કાચી ડુંગળીને પણ શામિલ કરો. કાચી ડુંગળીના અઢળક ફાયદા છે. કાચી ડુંગળી અનેક બીમારીઓથી તમારી રક્ષા કરે છે. ડુંગળીમાં સલ્ફર યૌગિક હોય છે જેનો બ્લડ શુગર પર સકારાત્મક પ્રભાવ પડે છે. અમેરિકામાં 1990 માં થયેલા રિસર્ચ અનુસાર ગેસ અને હૃદય સાથે જોડાયેલી બીમારીઓ કાચી ડુંગળી ખાવાથી દૂર થઇ જાય છે.આજે અમે તમને કાચી ડુંગળીના અઢળક ફાયદા વિશે જણાવીશું.

1.કાચી ડુંગળીમાં કેન્સરના તત્વને ખતમ કરવાના ગુણ રહેલા હોય છે. ડુંગળી શરીરમાં કેન્સરના તત્વો ને વધતા અટકાવે છે. જો તમે હૃદય સાથે જોડાયેલી ગંભીર બીમારીઓને દૂર કરવા માગો છો તો કાચી ડુંગળી ખાઓ. તમારા સલાડમાં બીજા શાકભાજીઓની સાથે સાથે કાચી ડુંગળીને પણ ભરપૂર માત્રામાં શામિલ કરી લો.

Image Source

2.કાચી ડુંગળી બ્લડ શુગરના ખતરાને પણ ઓછું કરી નાખે છે.રિસર્ચ અનુસાર કાચી ડુંગળી બ્લેડર ઇન્ફેક્શનની બીમારીને પણ ઓછું કરી નાખે છે.

Image Source

3.આ સિવાય જે લોકો નિયમિત સ્વરૂપે કાચી ડુંગળીનું સેવન કરે છે તેઓને તડકામાં લૂ નથી લાગતી. જે લોકો આખો દિવસ તડકામાં બહાર રહે છે તેઓએ ચોક્કસ કાચી ડુંગળી ખાવી જોઈએ. બાળકોને જો લૂ લાગી જાય તો તેઓને કાચી ડુંગળીનો રસ પીવડાવો અથવા તો માથામાં ડુંગળીના રસથી મસાજ પણ કરી શકાય છે.

Image Source

4.ખરાબ ખાણી-પીણી અને બગડતી જીવનશૈલીને લીધે આજે લોકોમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. વાળને ખરતા અટકાવવા માટે ડુંગળી ખુબ જ લાભકારી છે. કાચી ડુંગળીને વાળમાં ઘસવાથી વાળ ખરવાનું બંધ થઇ જાશે.

5.જે લોકો પથરીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેઓએ ડુંગળીનો ઉપીયોગ કરવો જોઈએ કેમ કે ડુંગળીના રસમાં પથરીના દર્દથી લડવાની ક્ષમતા હોય છે. રોજ ખાલી પેટ, ડુંગળીના રસનું સેવન કરવાથી પથરીનું દર્દ દૂર થઇ જાય છે.

Image Source

6.ડુંગળીમાં ફોસ્ફોરિક એસિડ હોય છે જે લોહીને પ્યુરીફાઈ કરવાનું કામ કરે છે. ડુંગળીને પીસીને તેનો લેપ તમારા પગના તળિયામાં લગાવીને સુઈ જાઓ તેનાથી ફોસ્ફોરિક એસિડ તમારી ધમનીઓમાં પ્રવેશ કરીને લોહીમાંથી અશુદ્ધિઓને દૂર કરી નાખે છે.

Image Source

7.ડુંગળીમાં રહેલા વિટામિન અને અનેક પોષક તત્વ શરીરીની રોગપ્રતિકાર ક્ષમતાને વધારે છે. નિયમિત કાચી ડુંગળી ખાવાથી આપણા શરીરની રોગો સામે લડવાની ક્ષમતા અનેક ગણી વધી જાય છે.

Image Source

8.ડુંગળીનું સેવન કરવાથી કેન્સર જેવા ગંભીર રોગો સામેં લડવામાં મદદ મળે છે. કાચી ડુંગળી કેન્સર ફેલાવનારા કોષને વધતા અટકાવે છે. બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ફેફસાનું કેન્સર વગેરેના દર્દીઓએ પોતાના ભોજનમાં કાચી ડુંગળીને ચોક્કસ શામિલ કરી લેવી જોઈએ.

9.કાચી ડુંગળીના રસમાં થોડો લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાવાથી કાળા દાગ-ધબ્બા દૂર થઇ જાય છે. નાની ઉંમરમાં જો ચહેરા પર કરચલીઓ આવવા લાગે તો ડુંગળીના રસનો લેપ લગાવાથી લાભ થાય છે.

10.રોજ ડુંગળીનું સેવન કરનારા લોકોમાં યાદશક્તિ અનેક ગણી વધારે હોય છે. માટે બાળકોને બાળપણથી જ ડુંગળી ખાવાની આદત પાડી દો. શિયાળામાં મોટાભાગે શરદી-ઉધરસની સમસ્યા સામાન્ય બની ગઈ છે. હલકો તાવ, શરદી કે ઉધરસ કે કફ જેવી સમસ્યા છે તો ડુંગળીના રસમાં મધ ભેળવીને તેનું સેવન કરવાથી શરદીમાં રાહત મળે છે.

Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks