રસોઈ

એકદમ સ્વાદિષ્ટ કાચી કેરીની ચટપટ્ટી ચટણીની વાંચો સ્ટેપ બાય સ્ટેપ ક્લિક કરીને

કાચી કેરી ની ચટની તમે સમોસા-કચોરી,પકોડા કે લંચ કે ડિનરમાં પણ લઈ શકો છો.

સામગ્રી:-

  • 2 કાચી કેરી
  • 2 કપ ઘાણા( કોથમીર)
  • 1/2 ફુદીનાના પાન
  • 2 ચપટી હિંગ
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1/2 ટેબલ સ્પુન સંચળ
  • જીરા પાવડર
  • 1 ટુકડો આદું.
  • 4 થી 5 લીલા મરચા

રીત:-

સૌપ્રથમ કાચી કેરી ને ઉપરથી છોલી કાઢો. ત્યાર પછી તેના ઝીણા ઝીણા કટકા કરી દો.

હવે એક મિક્સર જારમાં કેરીના કટકા નાખો. ત્યારબાદ તેમાં ધાણા નાખો. અને ફૂદીનાના પાન નાખો. તેમાં એક કટકો આદુ નાખો. પછી તેમાં લીલા મરચાં નાખો. સ્વાદ અનુસાર મીઠું,સંચળ અને ચપટી હિંગ અને જીરા પાવડર નાખો. તેમાં 1 કપ પાણી નાખી. ક્રશ કરી દો. જો તમને ખાટી-મીઠી ચટણી પસંદ હોય તો તેમા ગોળ કે ખાંડ નો યુઝ કરી શકો છો. હવે રેડી છે તમારી કાચી કેરી ની ચટની..

લેખન સંકલન : નિરાલી હર્ષિત
મિત્રો આ રેસીપી તમને કેવી લાગી એ જરૂર કોમેન્ટ માં જણાવજો  તમારી મનગમતી બીજી રેસીપી વિષે માહિતી માટે કોમેન્ટ માં રેસીપીનું નામ લખો અને અમે જરૂર એ રેસીપી પણ મુકીશું..