ખબર

કચ્છમાં કોરોનનો મહાવિસ્ફોટ, એકસાથે અધધધ લોકો પોઝિટિવ નોંધાયા…જાણો વિગત

સમગ્ર દુનિયાં કોરોનાની મહાનારીને સહન કરી રહી છે. કોરોના વાયરસને લીધે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લીધે સામાન્ય જનતાની સાથે સાથે, મજુર વર્ગ, બૉલીવુડ જગત દરેકને ને નુકસાની વેઠવી પડી રહી છે. જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી મોટાભાગના કાર્યો રદ્દ કરી દેવામાં આવેલા છે. આખરે લોકો સવારથી રાહ જોઈને બેઠા હતા કે ક્યારે એનાઉન્સ થાય…સરકાર તરફથી લોકડાઉન 4.0 અત્યારે જાહેર કરવામાં આવ્યું છે. મોદી સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે સમગ્ર દેશમાં લોકડાઉન 31 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આમ 4th તબક્કાના લોક્ડાઉનને વધુ 14 દિવસ સુધી લંબાવી દેવામાં આવ્યું છે.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ 19 નો પ્રકોપ હવે ભારતમાં વધતો જાય છે. ભારતમાં કોવિડ સંક્રમિતોની સંખ્યા 90,813 થઈ ગઈ છે. શનિવારે 1 દિવસમાં સૌથી વધારે 4,792 દર્દી વધ્યા છે તો 3,979 દર્દીને સારું થયું છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 30706 થયો છે ત્યારે ગુજરાત અને તમિનાડુમાં 10 હજાર પલ્સ થઈ ગયો છે. કેન્દ્ર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 90 હજાર 927 સંક્રમિત છે. 53 હજાર 946 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. 34 હજાર 108ને સારું થઈ ગયું છે. જ્યારે 2,872 લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 90,813 પલ્સ થઇ ગયો છે. નવાઈની વાત એ છે કે 80,000 કેસથી 90,000 થવામાં માત્ર 2 દિવસનો સમય લાગ્યો. શનિવારે શુક્રવાર કરતા 1,100 કેસ વધુ નોંધાયા. શનિવારે નોંધાયેલા નવા કેસો સાથે ગુજરાત રાજ્યના કેસનો આંકડો 10,000ને પાર થઈ ગયો. 30,706 કેસ સાથે મહારાષ્ટ્ર પછી ગુજરાત અને તામિલનાડુ 10,582 કેસ સાથે ત્રીજા નંબર પર છે.
નોંધનીય છે કે ગુજરાતમાં આજે લૉકડાઉન-3.0 પૂરું થશે અને આવતીકાલથી લૉકડાઉન 4.0નો પ્રારંભ થશે. રાજ્યમાં શુક્રવારે નવા 1057 કેસ સાથે કુલ કેસોની સંખ્યા 10988 થઈ છે.
સમગ્ર વિશ્વમાં કોવિડએ હાહાકાર મચાવ્યો છે એવામાં ગુજરાત ભારતમાં 2 નંબર પર છે. લેટેસ્ટ અપડેટ અનુસાર કચ્છમાં આજે એકસાથે ઘાતક કોરોનાના 14 પોઝીટીવ કેસ નોંધાતાં સમગ્ર જિલ્લાની જનતામાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પ્રેમ કુમાર કન્નરે આપેલી માહિતી મુજબ માંડવીના કોડાય અને મસ્કામાં 2 પોઝીટીવ કેસ, અબડાસામાં 4 ભચાઉમાં ૮ મળી કુલ 14 કોવિડ પોઝીટીવ કેસ નોંધાયા છે.

તાત્કાલિક તંત્ર હરકતમાં આવ્યું છે અને પગલાં લેવાઈ રહ્યા છે

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.