જ્યોતિષ શાસ્ત્રની સલાહથી ઘણા બધા લોકો હાથમાં અનેક રત્નોવાળી વીંટી પહેરતા હોય છે, ગળામાં પણ ચેનમાં અનેક રત્નો પહેરતા હોય છે, આ રત્નો અલગ અલગ રંગના હોય છે. આને પહેરવા પાછળ જાતકની કુંડળી પણ એક કારણ હોય છે પણ આજકાલ રત્નો સિવાય પણ અનેક પ્રકારની વીંટીઓ તમે લોકોના હાથમાં પહેરેલી જોતા હશો જેમાં એક છે કાચબાવાળી વીંટી. આ વીંટી છલ્લા ઘણા સમયથી તમે લોકોના હાથમાં જોતા હશો અને જોઇને તમને પણ જાણવાની ઈચ્છા થઇ હશે કે કેમ આમ બધા આ વીંટી પહેરે છે. તમને જણાવી દઈએ કે ફેશનને આ વીંટી સાથે કોઈપણ લેવા દેવા નથી.

જો તમે કાચબાની વીંટી પહેરવા માંગો છો તો આ જાણકારી તમારા માટે જ છે, જેને પહેર્યા પછી તેની સીધી જ અસર તમારી સંપત્તિ પર પડી શકે છે. આજના સમયમાં બજારમાં પણ કાચબાના રિંગની ડિમાન્ડ પણ ખુબ વધી ગઈ છે. આ વીંટીને પહેરતા પહેલા એ વાતનું ધ્યાન જરૂર રાખવું જોઈએ કે વીંટીમાં બનેલા કાચબાનું મસ્તક કઈ તરફ હોવું જોઈએ જેનાથી ધન તમારી તરફ જાતે જ ખેંચાઈને આવી જાશે.
કાચબાવાળી વીંટીને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખુબ શુભ માનવામાં આવે છે. આ વીંટી વ્યક્તિના જીવનમાં ઘણા દોષોને શાંત કરવા માટેનું કામ કરે છે. પણ એવા ઘણા લોકો છે જેમનું માનવું છે આ વીંટી પહેરવાથી આત્મવિશ્વાસમાં વધારો પણ થયો છે.

માતા લક્ષ્મી સાથે છે સીધો સંબંધ:
શાસ્ત્રો અનુસાર કાચબો કે જે જળમાં રહે છે એ સકારાત્મક અને ઉન્નતીનું પ્રતિક છે એવું માનવામાં આવે છે. આ કાચબો ભગવાન વિષ્ણુનો પણ અવતાર છે. સમુદ્ર મંથનની પૌરાણિક કથા અનુસાર કાચબો સમુદ્ર મંથનથી ઉતપન્ન થયો હતો અને સાથે દેવી લક્ષ્મી પણ આવ્યા હતા.
સમૃદ્ધિનું પ્રતિક:
આજ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં કાચબાને આટલું મહત્વ આપવામાં આવેલ છે. કાચબાને દેવી લક્ષ્મી સાથે જોડીને પૈસા વધારવા માટે માનવામાં આવે છે આના સિવાય આની મદદથી જીવનમાં ધેર્ય, શાંતિ, નિયમિતતા અને સમૃદ્ધિનું પ્રતિક છે.
લાભ – તો આપ પણ આટલા બધો લાભ ઉઠાવવા માંગો છો તો કાચબાવાળી વીંટી પહેરવાની શરૂઆત કરી દો. પણ તેની પહેલા તમારે થોડી સાવચેતી રાખવાની જરૂરત છે જો આ માહિતી તમે જાણતા હશો તો ક્યારેય તે વીંટીની નકારાત્મક અસર નહિ થાય.
તો હવે જાણીએ કે કઈ રાશિના જાતકોને કાચબાવાળી વીંટી પહેરવાથી ઘણો ફાયદો થઇ શકે છે.

મિથુન, વૃશ્ચિક, તુલા, સિંહ: આ ચાર રાશિના લોકોનો સમય શરૂ થઇ ગયો છે. અચાનક જ ધનલાભ થશે અને વિદ્યાર્થીઓ પણ પોતાના અભ્યાસમાં સફળતા મેળવી શકશે. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે આ બેસ્ટ સમય છે. પોતાના વ્યવસાયમાં આશ્ચર્યજનક લાભ જોવા મળી શકે છે. સમજદારી પૂર્વક કામ કરો જેનાથી તમારી વિત્તીય સ્થતિ ઠીક રહેશે. સફળતા આપનારી કોઈ ખબર પણ મળી શકે છે. તમારો વ્યવસાય પણ સારો ચાલશે. અચાનક ધનલાભના યોગ બનશે. જીવનસાથી સાથે સારો સમય વ્યતીત કરશો. આર્થિક સ્થિતિમાં પહેલાથી વધુ સુધાર હોવાનો યોગ બની રહ્યો છે. આ રાશિના લોકો ઉત્સાહ તેમજ ઉર્જાથી ભરપૂર રહેશે. પિતાના સહયોગથી કઈક નવું હાસિલ કરી શકો તેમ છો.
આ વીંટી પહેરીને એક વાત ખાસ ધ્યાન રાખવાનું છે આ વીંટીને તમારે વધારે ફેરવવાની નહિ. બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે કાચબાનું મોઢું એક જ જગ્યાએ રહે, કાચબાની વારંવાર મોઢાની સ્થિતિ બદલવી ભવિષ્યમાં પૈસા સંબંધિત તકલીફ વધારે છે.
કાચબાની વીંટી પહેરવા વિશેના નિયમ અને તકેદારી વિશે તમને ખાસ ખબર હોવી જોઈએ…
ચાંદીની વીંટી,

વાસ્તુ શાસ્ત્ર અનુસાર કાચબાવાળી વીંટી સામાન્ય રીતે ચાંદીની બનાવવામાં આવે છે જો તમે કોઈ બીજી ધાતુનો ઉપયોગ કરવા માંગો જેમકે સોનું કે કોઈ બીજું રત્ન, તો કાચબાના આકારની ચાંદીની વીંટી બનાવી તેની પર સોનાની ડીઝાઇન કે પછી રત્ન મઢાવી શકો છો.
નિયમ – વીંટી પહેરવા માટે એક વાત ખાસ ધ્યાન રાખવી. વીંટી જયારે પણ પહેરો તો વીંટી એવી રીતે પહેરો કે કાચબાના મોઢાવાળો ભાગ એ વ્યક્તિની તરફ આવે, કાચબાનું મોઢું હાથની અંદરની તરફ આવશે તો વ્યક્તિના જીવનમાં ધન આવશે પણ જો તમે બહારની બાજુ કાચબાનું મોઢું રાખશો તો પૈસા એ તમારા જીવનમાંથી ચાલ્યા જશે.
તકેદારી રાખવા જેવી વાત,
આ વીંટીને હંમેશા જમણા હાથમાં જ પહેરવામાં આવશે, જમણા હાથની મધ્ય આંગળી કે પછી ત્રીજી આંગળીમાં આ વીંટી પહેરવી જોઈએ. કાચબાને માતા લક્ષ્મી સાથે જોડવામાં આવ્યો છે એટલા માટે આ વીંટી તમારે શુક્રવારના દિવસે જ પહેરવાની રહેશે. આમ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારું કલ્યાણ થશે.

શુક્રવારનું મહત્વ,
શુક્રવારના દિવસે જ તમારે આ વીંટી ખરીદવી અને ઘરમાં લાવીને માતા લક્ષ્મીના ફોટો કે પછી મૂર્તિની સામે મૂકી દેવી, પછી દૂધ અને પાણીના મિશ્રણથી ધોઈ લેવી અને છેલ્લે અગરબત્તી કરીને પહેરી લેવી. જો તમે ઈચ્છો તો આ સમય દરમિયાન લક્ષ્મી બીજ મંત્રનો જાપ પણ કરી શકો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks