કચ્ચા બાદામને ભૂલી જાવ, હવે માર્કેટમાં આવ્યું કાચા જામફળનું રિમિક્સ, તમે સાંભળ્યું કે નહીં?

સોશિયલ મીડિયાની દુનિયામાં રોજે રોજ કંઈકને કઈક નવું વાયરલ થતું રહે છે. થોડા મહિના પહેલા છત્તિસગઢનો બચપન કા પ્યાર ગીતના કારણે ભારે ફેમસ થઈ ગયો હતો ત્યારબાદ પશ્ચિમ બંગાળના એક વ્યક્તિએ મગફળી વેચવા માટે જે ટ્રીક અપનાવી તે તો ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પ્રચલિત થઈ હતી. કચ્ચા બાદામથી પ્રચલિત થયેલા આ વ્યક્તિના રાતો રાત પ્રસિદ્ધી મળી ગઈ છે.

જો કે સોશિયલ મીડિયાની આ દુનિયામાં કઈ વસ્તુ કાયમી નથી હવે લોકો કચ્ચા બાદામને ભૂલી કચ્ચા અમરુદની પાછળ ગાંડા થયા છે. થોડા દિવસ પહેલા આ વીડિયો ઈન્ટરનેટ પર અપલોડ કરવામાં આવ્યો  હતો પછી શું જેવું માર્કેટમાં આ ગીત આવ્યું કે લોકો તેને વાયરલ કરવા લાગ્યા, હવે તેના પર Kacha Amrood Remix બન્યું છે જે લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે.

થોડા સમય પહેલા શહેરોની ગલીઓમાં જાણફળ વેંચવા વાળા કાકા આજે મ્યૂઝિક વીડિયોમાં Kacha Amrood Remixમાં પોતાનો જલવો બતાવી રહ્યા છે. કોઈને ખબર નહોતી એક નાના ટાઉનમાં જામફળ વેંચતા આ કાકા રાતો રાત પ્રખ્યાત થઈ જશે. આ વીડિયોને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

કચ્ચા બાદામ બાદ કચ્ચા અમરુદ ગીતે લોકોને ગાંડા કર્યા છે. તમને જણાવી દઈએ કે કચ્ચા અમરુદ ગીતને 14 માર્ચના રોજ રિલિઝ કરવામાં આવ્યું હતું. જેને લોકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. લોકો તેની લાઈક અને શેર પણ કરી રહ્યા છે. આ ઉપરાત વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

YC