મનોરંજન

કબીરસિંહે મારી હતી પ્રીતિને થપ્પડ, કિયારા અડવાણીએ તોડ્યું વિવાદ પર મૌન

કાનમાં તમરી ચડી જાય એવી થપ્પડ કબીર સિંહે મારેલી, હવે અભિનેત્રી કિયારા ખુલીને મેદાનમાં આવી અને કહી આ વાત

બૉલીવુડ એક્ટર શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘કબીર સિંહ’માં સાથે નજરે આવ્યા હતા. આ ફિલ્મે બોક્સઓફિસ પર ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મમાં કિયારા અડવાણીના રોલને બહુ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એક સીનને લઈને વિવાદ થયો હતો. આ ફિલ્મમાં એક સીનમાં શાહિદ કપૂરએ કિયારાને થપ્પડ મારી હતી. ફિલ્મના આ સીનને ઘણો વિવાદિત માનવામાં આવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kabir Singh (@kabirsinghmovie) on

ઘણા લોકોએ વિરોધ કર્યો હતો કે, કબીર, આખરે પ્રીતિને થપ્પડ કેવી રીતે મારી શકે છે ? હાલમાં જ કિયારાએ આ વિવાદ પર મૌન તોડયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kabir Singh (@kabirsinghmovie) on

થોડા દિવસ પહેલા કિયારા નેહા ધુપિયાના ટોક શો ‘નો ફિલ્ટર વિથ નેહા’ માં આવી હતી. આ શોમાં તેને ફિલ્મ કબીરસિંહ વિષે વિસ્તારથી વાત કરી હતી. કિયારાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ તેની જિંદગીમાં હંમેશા ખાસ રહેશે. આ ફિલ્મને કારણે જ તેને પ્રસિદ્ધિ મળી હતી. કિયારાએ કબીર સિંહ ફિલ્મ બાદ જ ગુડ ન્યુઝ અને ગિલ્ટી જેવી ફિલ્મ કરી છે.

Image source

કિયારાએ જણાવ્યું હતું કે, તે કબીર સિંહ ફિલ્મના રિલીઝ પહેલા ગભરાઈ ગઈ હતી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ ઉમ્મીદ ના હતી. મને લાગતું ના હતું કે, લોકો પ્રેમથી આ વિષય પર ફિલ્મ જોશે અને ફિલ્મ પસંદ આવશે. આ થોડું ચેલેન્જિંગ હતું.

આ દરમિયાન જયારે નેહાએ કિયારાને થપ્પડ વાળા વિવાદિત સીનને લઈને સવાલ કર્યો હતો તો એક્ટ્રેસે જવાબ આપ્યો કે, આ ફિલ્મમાં કબીરસિંહને એક ગુસ્સાવાળા વ્યક્તિ બતાવ્યો છે. આ રોલને મોટા પડદા પર આવો જ દેખાડવાનો હતો. પરંતુ મને દુઃખ એ વાતનું છે કે, લોકોએ ફક્ત એક થપ્પડના રૂપમાં જ જોઈ હતી, આ એક થપ્પડ વિષે ના હતું. આ કોઈ એવી વસ્તુ ના હતી જેના માટે હું ઉભી રહું.

Image source

જણાવી દઈએ કે, ફિલ્મના એક્ સીનમાં કબીરે ગુસ્સાથી પ્રીતિને થપ્પડ મારી હતી. ફિલ્મના આ સીનને લઈને ઘણા વિવાદ થયા હતા. દર્શકોએ કહ્યું હતું કે ફિલ્મમાં મહિલાઓનું સન્માન કરવામાં આવતું નથી. ફિલ્મ દ્વારા મહિલાઓ સામે નફરત ફેલાવવામાં આવી રહી છે. પરંતુ હવે કિયારાના જવાબથી આ દ્રશ્યને વિવાદિત માનતા લોકોની બોલતી બંધ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by TheRealshahidkapoor😍 (@shahidkapoor_gallery) on

કિયારા અડવાણીએ તેના ફેવરિટ એક્ટરને લઈને કહ્યું હતું કે, તેના પ્રિય કલાકારો હૃતિક રોશન અને આદિત્ય રોય કપૂર છે. તે તેમને ખૂબ પસંદ કરે છે. કિયારાએ કહ્યું કે તે નથી ઇચ્છતી કે આ બંને અભિનેતાઓ નહાવા જાય, કેમ કે તે બંને ખુબ જ કુલ જોવા મળે છે.

કિયારા અડવાણી ટૂંક સમયમાં અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’માં જોવા મળશે. આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ ડિઝની-હોટસ્ટાર પર રિલીઝ થશે. જોકે આ ફિલ્મનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. હિન્દુ સેનાએ ફિલ્મના નામને લઈને માહિતી અને પ્રસારણ મંત્રાલય પહોંચ્યું છે. તેમનું કહેવું છે કે ફિલ્મના નામે માતા લક્ષ્મીના નામનો ઉપયોગ કરીને હિન્દુઓની લાગણી દુભાય છે.