મનોરંજન

કબીર સિંહ પર આવ્યું શાહિદ કપૂરની પૂર્વ પ્રેમિકા કરીના કપૂરનું નિવેદન, કહી દીધી આ મોટી વાત

અભિનેતા શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કલેક્શન કર્યું છે. ફિલ્મમાં બંન્નેના અભિનયને પણ ખુબ પસંદ કરવામાં આવેલું છે. પણ જેટલી જ આ ફિલ્મે સફળતા મેળવી છે તેટલી જ આલોચના પણ થઇ છે.

Image Source

ફિલ્મ રિલીઝના વખતે ઘણા દર્શકો દ્વારા ફિલ્મને લઈને અને બંન્નેના રોલને લઈને આલોચના પણ કરવામા આવી હતી. એવામાં ફિલ્મ રિલીઝના ચાર મહિના પછી શાહિદ કપૂરની પૂર્વ પ્રેમિકા કરીના કપૂર ખાનનું ફિલ્મને લઈને નિવેદન સામે આવ્યું છે.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં કરીના કપૂરને ફિલ્મ કબીર સિંહની સ્ટોરી અને બંન્નેના રોલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કરીનાએ કઈ ખાસ હકારાત્મક જવાબ આપ્યો ન હતો. આ સિવાય કરીનાએ ફિલ્મમાં કિયારા અડવાણીના રોલની આલોચના પણ કરી હતી.

Image Source

કરીનાએ કહ્યું કે,”તે ફિલ્મમાં પ્રીતિ જેવા કિરદાર પર ભરોસો નથી કરતી”. જ્યારે કરીનાને પૂછવામાં આવ્યું કે તેણે આ ફિલ્મ જોઈ છે કે નહિ તેના જવાબમાં કરીનાએ કહ્યું કે,”મેં હજી સુધી આ ફિલ્મ જોઈ નથી, પણ તેનાથી કોઈ ફર્ક પડવાનો નથી કેમ કે ફિલ્મે 300 કરોડ કમાઈ લીધા છે.”

Image Source

કરીનાએ આગળ કહ્યું કે,”તે પ્રીતિ જેવા કિરદારને નથી માનતી કેમ કે માણસના સ્વરૂપે આવું નથી. આ સારી વાત છે કે લોકો ફિલ્મને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.”

Image Source

આ સિવાય કરીનાએ કહ્યું કે,”આ સારી વાત છે કે લોકોએ પોત પોતાનું મંતવ્ય આપ્યું. ફિલ્મ સુપરહિટ રહી એ ખુશીની વાત છે, પણ જે લોકોએ આ ફિલ્મને પસંદ કરી છે હું તેઓના માટે થોડું ખરાબ અનુભવી રહી છું”. જણાવી દઈએ કે ફિલ્મ કબીર સિંહે 372 કરોડથી પણ વધારે કમાણી કરી છે.

Image Source

આ સિવાય તેની પહેલા અભિનેત્રી વિદ્યા બાલને પણ પ્રીતિના કિરદાર પર આપત્તિ જણાવી હતી. વિદ્યાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,”તે ખુબ જ સુંદર છે….પણ ફિલ્મમાં મને તે વાત બિલકુલ પણ પસંદ ન આવી કે પ્રીતિ અંતે કબીર સિંહને આપવાની લે છે, જો કે આ મારો પોતાનો ઉદ્દેશ્ય છે. પણ કિરાયાએ ફિલ્મમાં શાનદાર રીતે કામ કર્યું છે.”

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.