મનોરંજન મૂવી રીવ્યુ

કબીર સિંહ રીવ્યુ: એક અનોખી લવ સ્ટોરી, શું આ દર્શકોને દીવાના કરશે? વાંચો ફિલ્મ રીવ્યુ નહિ તો પછતાશો

મોહબ્બત અને પાગલપન અને તેને મેળવવાની ભાવના જેટલી જ રચનાત્મક હોય છે એટલી જ વિધ્વસંકરી હોય છે. શાહિદ કપૂરની બહુ ચર્ચિત ફિલ્મ’ કબીર સિંહ’નું આજ મૂળ છે. કબીર સિંહ સુપર હિટ તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની ઓફિશિયલ હિન્દી રીમેક છે. તેલુગુ ફિલ્મમાં શાહી કપૂરનો રોલ વિજય દેવારકોંડાએ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં કોમ્પલેકસ્ડ, ડાર્ક, પાવરપેક્ડ, રિબેલ અને હાઈ એક્શન રોલને શાહિદ કપૂરે પૂરો ન્યાય આપ્યો છે.આ કારણથી જ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ શાહિદને કાસ્ટ કર્યો છે.

કેવું છે ફિલ્મનું ડાયરેશન
ફિલ્મ કબીરની વાત કરવામાં આવે તો આ ફિલ્મ ખરાબ તો નથી પરંતુ ડાયરેક્ટર સંદીપ વાંગને આ ફિલ્મને અર્જુન રેડ્ડી જેવા સીન કોપી કર્યા છે. જો આ ફિલ્મ અર્જુન રેડ્ડીની કોપી કરવાને બદલે કોઈ અલગ બનાવી હોય તો આ ફિલ્મ વધુ સારું બની હોત. આ ફિલ્મનું નિર્દર્શન સારું છે. અને આ ફિલ્મ બહુજ મહેનતથી બનાવી છે. આ ફિલ્મ થોડી નાની પણ બની શક્તિ હતી. કારણે અંત સુધી પહોંચવા માટે આ ફિલ્મ પુરી થવાનો ઇન્તજાર જરૂર હોય છે.
ફિલ્મનું મ્યુઝિક બહુજ સરસ છે.આ મ્યુઝિકમાં બોલીવુડની કમ્પોઝરની ટિમ મિથુન, અમાલ મલિક, વિશાલ મિશ્રા, સચેત પરંપરાએ હોસ્ટ કર્યું છે. આ ફિલ્મના બધા જ ગીત દિલમાં ઉતરીને મહેસુસ કરાવે છે.

Image Source

કલાકારોની એક્ટિંગ
શાહિદ કપૂર, કબીર સિંહના પાત્રમાં એકદમ જામે છે. એક જિદ્દી, ગુસ્સો વાળો યુવાન જે હંમેશા ગુસ્સામાં જરુહે છે. આ રોલ નિભાવવો કોઈ આસાન કામ નથી. તો બીજી તરફ એક દારૂડિયાનો રોલ નિભાવવો પણ મુશ્કેલ છે. પરંતુ આ રોલ શાહિદે બખૂબી પૂર્વક નિભાવ્યા છે. પ્રીતિના રોલમાં કિયારા અડવાણી રોલ નિભાવ્યો છે. પ્રીતિના રોલમાં તેની સાદગી જાળવી રાખી છે. કોઈ સીનમાં ક્યારે તમને ચોંકાવી પણ દેશે. સપોર્ટિંગ રોલમાં કબીરના પિતા સુરેશ ઓબેરોય, તેનો ભાઈ અર્જુન બાઝવા અને કોલેજના ડિનના રોલમાં આદિલ હુસૈનએ નિભાવ્યા છે. પરંતુ એક એક ઇન્સાન જે તમારા દિલમાં જગ્યા બનાવી લેશે તે છે કબીરનો દોસ્તનો રોલ કરતો સોહમ મજમુદાર.

Image Source

ફિલ્મની કહાની
કબીર સિંહ નશાની હાલતમાં ઘરની બહાર નીકળી બરબાદ થયેલો એક હોનહાર સર્જન છે. બાદમાં કહાની ફ્લેશ બેકમાં જાય છે. ત્યારે ખબર પડે છે કે કીર સિંહ મેડિકલનો એક એવો વિધાર્થી છે. જે ગુસ્સા પર કાબુ નથી મેળવી શકતો.  જે ટોપર હોવાની સાથે ફૂટબોલ ચેમ્પિયન પણ છે. પણ ગુસ્સાના મસયે કોઈના હાથ-પગ અથવા માથું ફોડી નાખવું એ સામાન્ય વાત છે કબીરની આ હરકતને કારણે તેને કોલેજમાંથી સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે. તે કોલેજ છોડવાનો જ હતો.ત્યારે તેની જિંદગી હંમેશા માટે બદલી જાય છે. કોલેજ કેમ્પસમાં પ્રીતિ સિક્કા (ક્યારા અડવાણી)જેવી 19 વર્ષની માસુમ, ખુબસુરત,અને સિમ્પલ યુવતીને જોવે છે. પ્રીતિને પહેલી વાર જોયા બાદ કબીર પર પ્યારની અસર થઇ જાય છે. અને કોલેજમાં એલાન કરે છે. કે જે પ્રીતિ સામે જોશે તેની આંખ ફોડી નાખવામાં આવશે હવે કબીર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં પ્રીતિનો પડછાયો બને છે. અને પ્રીતિને ડોક્ટર બનાવવામાં મદદ કરે છે. પરંતુ ત્યારે પરિસ્થિતિ એવી આવે છેકે રૂઢિવાદી પરિવારના દબાણ અને કબીરના ગુસ્સાને કારણે પ્રીતિના લગ્ન કરી નાખવામાં આવે છે. ત્યારબાદ કબીર તેની બધી જ હદ વટાવી નાખે છે.

Image Source

રીવ્યુ
કબીરના રૂપમાં શાહિદને જેવી રીતે ઓવે પ્રોટેક્ટિવ, હિંસક,અને નશામાં બતાવ્યો છે એ જોતા દર્શકોને થોડો સમય લાગે છે. પરંતુ ઈમાનદારી અને મહોબ્બ્ત નિભાવવા માટે આ રોલ ભુજ બેખૂબી નિભાવ્યો છે. આ ફિલ્મમાં 3 કલાકનો સમય થોડો વધારે લાગે છે. આ ફિલ્મના નિર્દેશકની એક સમજદારી છે કે હિન્દીમાં રીમેક કરતી વખતે ઓરીજનલ ફિલ્મ જેવી જ રહેવા દેવામાં આવી છે. આઇએમડીબી પર આ ફિલ્મનું રેટિંગ 8.1 છે.

Image Source

શું કામ જોવાય આ ફિલ્મ?
જેવી રીતે દુનિયમો કોઈ પરફેક્ટ વસ્તુ નથી. તેવી જ રીતે કબીર સિંહ પરફેક્ટ ફિલ્મ નથી. આ ફિલ્મમાં ઘણી ભૂલો છે જેને નજર અંદાજ કરી શકાતી નથી. જેનો મતલબ એ નથી કે આ ફિલ્મ માં જોવી જોઈએ. આ ફિલ્મમાં ક્યારની સાદગી અને કબીરનું પ્રવાહ અને મ્યુઝિક આ ફિલ્મ જોવા થીએટર સુધી ખેંચી જાશે.
ફિલ્મમાં સ્ટાર
5માંથી 3.5


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks