શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’જે ચાર મહિના પહેલા રિલીઝ થઇ હતી એ આજે ફરી એક વખત કોન્ટ્રોવર્સીનો હિસ્સો બની છે. સંદીપ વાંગા રેડ્ડીની આ ફિલ્મ જયારે રિલીઝ થઇ હતી એ સમયે પણ ઘણી મોટી કોન્ટ્રોવર્સીનું કારણ બની હતી.પણ આ વખતે કારણ કંઈક અલગ છે.

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના એક ટીક-ટોક સ્ટાર જોની દાદા ઉર્ફ અશ્વિન કુમારને આ ફિલ્મ ખુબ પસંદ પડી હતી. તેમને નિકિતા શર્મા સાથે એકતરફો પ્રેમ થઇ ગયો હતો. પણ નિકીતાને તેના પ્રત્યે કોઈ લાગણીઓ નહતી. ડિસેમ્બરમાં નિકીતાના લગ્ન બીજા છોકરા સાથે થવાના હતા. આ વાતની જાણ થતા અશ્વિન કુમારે નિકિતાની હત્યા કરી નાખી હતી.

હત્યા પહેલા અશ્વિન ઉર્ફ જોની દાદાએ તેના ટિક્ટોક અકાઉન્ટમાં ‘કબીર સિંહ’ ફિલ્મનો એક વિડિઓ અપલોડ કરી કૅપ્શનમાં લખ્યું હતું કે,’જે મારુ ન બની શક્યું એને હું બીજા કોઈનું નહીં થવા દઉં.’
હત્યા બાદ અશ્વિન ફરાર થઇ ગયો હતો પણ પોલીસ તેની પાછળ હાથ ધોઈ ને પડી હતી. અંતે પોલીસેને જાણ થઇ કે અશ્વિન કુમાર એક બસમાં ક્યાંક જઈ રહ્યો છે. પોલીસે દરેક ગાડીઓની ચેકીંગ શરુ કરી દીધી હતી.
જયારે પોલીસે અશ્વિનને શોધી કાઢ્યો ત્યારે અશ્વિને પોતાના માથા પર બંધુક લગાવી અને આત્મહત્યા કરી લીધી હતી. અશ્વિને ફક્ત નિકિતાની જ નહીં પણ એ પહેલા બીજી બે છોકરીઓની હત્યા પણ કરી હતી.
View this post on Instagram
કબીર સિંહના નિર્દેશકે ફિલ્મમાં એક ડાયલોગ આપ્યો છે જેમાં કહ્યું છે કે, ‘તમે એકબીજા પર હાથ ન ઉઠાવી શકો તો ત્યાં કોઈ પ્રેમ નથી.’

આ ઘટના પર સંદીપ વાંગા રેડ્ડીએ કહ્યું હતું કે,’ હું એ છોકરીના પરિવાર માટે દુઃખી છું, આ બૌ દુઃખની વાત છે કે આટલા લોકોનું મૃત્યુ થઇ ગયું.પણ મારી ફિલ્મમાં કોઈએ પણ કોઈની હત્યા નથી કરી રહ્યું.જો તમે કબીર સિંહને જોશો તો એ બીજાને નુકશાન પહોંચાડવા કરતા ખુદને વધુ નુકશાન પહોંચાડે છે.’
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.