મનોરંજન

આમિર ખાનથી નીકળ્યું ‘કબીર સિંહ’નું મોટું કનેક્શન, 100 કરોડ પાર કરતા જ થયો આ ખુલાસો….

શાહિદ કપૂર અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ‘કબીર સિંહ’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કરી રહી છે.માત્ર રજાના દિવસે જ નહિ પણ બાકીના દિવસોમાં પણ ફિલ્મને ખુબ સારી એવી પ્રતિક્રિયાઓ મળી રહી છે.ફિલ્મમાં શાહિદે શરાબી અને એક સનકી આશિકનો કિરદાર નિભાવ્યો છે જેને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે.પાંચમા દિવસે પણ 100 કરોડનો આંકડો પાર કરિનાની આ ફિલ્મને છઠ્ઠા દિવસે પણ સારો પ્રતિભાવ મળ્યો છે. રિપોર્ટ અનુસાર બુધવારના રોજ ફિલ્મની કમાણી 15.91 કરોડ રૂપિયા રહી છે.

જણાવી દઈએ કે કબીર સિંહ ફિલ્મ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક છે,જયારે અભિનેતા આમિર ખાનની ફિલ્મ ‘ગજની’ જે વર્ષ 2008 માં આવી હતી આ ફિલ્મ પણ સાઉથ ફિલ્મની રીમેક જ હતી.ગજની પહેલી એવી ફિલ્મ હતી જેણે 100 કરોડનું કલેક્શન કર્યુ હતું, એવામાં હવે શાહિદ કપૂરનું નામ પણ આ લિસ્ટમાં આવી ચૂક્યું છે.

Image Source

આ ફિલ્મ સંદીપ વાંગાના નિર્દેશનમાં બની છે અને તેલુગુ ફિલ્મનું નિર્દેશન પણ સંદીપ વાંગાએ જ કર્યુ હતું.21 જૂનના રોજ રિલીઝ થયેલી ફિલ્મે 20.21 કરોડની શાનદાર ઓપનિંગ કરી હતી.એવામાં હવે આ આંકડો 120.81 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

Image Source

આમિર ખાનની ગજનીના 11 વર્ષ પછી શાહિદ કપૂરે 100 કરોડના ક્લબમાં એન્ટ્રી લીધી છે. આ બંને વચ્ચે કૉમન કનેક્શન સાઉથ ઇન્ડિયન કંટેટનું છે. જેને લીધે આમિર અને શાહિદ બંને 100 કરોડના ક્લબમાં એન્ટ્રી લેવામાં શામિલ થઇ ગયા છે.એવામાં શાહિદ અને તેની ટિમ ખુબ ખુશ દેખાઈ રહ્યા છે, તેઓ પોતાની ખુશી સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરી રહ્યા છે.

Image Source

ફિલ્મમાં કિયારા અડવાણીએ પણ ખાસ ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ દ્વારા કિયારા-શાહિદ પહેલી વાર સ્ક્રીન પર ઉતર્યા છે.શાહિદે આ તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને કૈપ્શનમા લખ્યું કે,”આ અઠવાડિયાના આંકડા અમને આવી રીતે બનાવી દેશે”.

 

View this post on Instagram

 

These weekend numbers got us all like 👀 #kabirsingh

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks