ભંગાર વાળાએ હાથમાં માઈક લઈને “તેરે નામ” ફિલ્મનું આ ગીત ગાઈને લોકોના પણ રૂંવાડા ઉભા કરી દીધા… 20 વર્ષ બાદ જાગ્યું ફરી દર્દ, જુઓ વીડિયો

આ કબાડી વાળા કાકાનો અવાજ સાંભળીને તો સલમાન ખાન પણ રડી પડશે.. “તેરે નામ” ફિલ્મનું ગીત એવા શાનદાર અવાજમાં ગાયું કે વીડિયો થયો વાયરલ…

ઘણા લોકોની અંદર કેટલીક પ્રતિભાઓ જન્મજાત પડેલી હોય છે, પરંતુ પારિવારિક જવાબદારીઓ અને કેટલીક મુશ્કેલીઓના કારણે લોકો પોતાના ટેલેન્ટને બહાર નથી લાવી શકતા અને જે કામ મળે છે તેના દ્વારા જ તે રોટલો રળતા હોય છે. પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ક્યાંક પ્રસંગોપાત કે નવરાશમાં તેમનો ટેલેન્ટ પણ બહાર આવી જતો હોય છે.

તમને પેલા કાચા બદામ વાળા કાકા તો યાદ જ હશે. જે મગફળી વેંચતા વેંચતા એવું ગીત ગાઈ બેઠા કે રાતો રાત સ્ટાર બની ગયા. ત્યારે હાલ એક ભંગાર વાળા કાકાએ “તેરે નામ” ફિલ્મનું એવું ગઈ ગયું કે લોકો પણ તેમના અવાજના દીવાના બની ગયા અને તેમના અવાજમાં જે દર્દ હતું તે સાંભળીને લોકોના હૃદયના તાર પણ ઝણઝણી ઉઠ્યા.

આ વીડિયો 58 સેકન્ડનો છે. એક ભંગારના વેપારી રિક્ષા લઈને શેરીમાં ફરે છે. તેના હાથમાં માઈક છે. તે લોકોને એકત્ર કરવા માટે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘તેરે નામ’નું લોકપ્રિય ગીત ‘યે પ્યાર મેં ક્યૂ હોતા હૈ’ ગાવાનું શરૂ કરે છે. તેનો અવાજ એટલો અદ્ભુત છે કે તમે તેમાં પણ પીડા અનુભવશો !

જો કે, ગીત પૂરું થતાંની સાથે જ તે તરત જ “પ્લાસ્ટિક… ભાંગરવાલે’ બૂમ પાડે છે. આ ક્લિપ જોયા પછી ઘણા લોકો કોમેન્ટમાં આ કાકાના વખાણ પણ કરી રહ્યા છે. તો ઘણા લોકો કહી રહ્યા છે કે આ કાકાના ટેલેન્ટને બહાર લાવવો જોઈએ. આ વીડિયોને અભિનેતા સતીશ કૌશિકે ટ્વિટર પર શેર કર્યો છે જેને 72 હજાર કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel