લાઈવ કબ્બડી મેચમાં સર્જાઈ મોટી દુર્ઘટના, વિપક્ષી પ્લેયરને અડકીને ભાગવા જતો હતો ખેલાડી ત્યારે જ મળ્યું એવું દર્દનાક મોત કે, ઘટના થઇ ગઈ કેમેરામાં કેદ, જુઓ

છેલ્લા ઘણા સમયથી ઘણા લોકોના અકસ્માતમાં મોત થયાના સમાચાર સામે આવતા હોય છે. ઘણા લોકો રમત રમતા હોય છે ત્યારે જ તેમની સાથે એવું કંઈક થાય છે જેના કારણે તેમનું મોત થતું હોય છે, હાલમાં જ “ભાભીજી ઘર પર હે”ના અભિનેતા દીપેશ ભાનનું ક્રિકેટ રમતા મોત થયુ હતું, ત્યારે હવે એક ખેલાડીના મોતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે કબ્બડી રમી રહ્યો હતો તે દરમિયાન જ તેનું મોત થયું.

તમિલનાડુમાં કબડ્ડી મેચ દરમિયાન મોટો અકસ્માત થયો છે. પાનરુથી નજીક મનાદિકુપ્પમ ગામમાં લાઈવ મેચ દરમિયાન એક ખેલાડીનું મોત થયું હતું. આ ઘટના રવિવારે 24 જુલાઈના રોજ જિલ્લા સ્તરની મેચ દરમિયાન બની હતી. મૃત્યુ પામનાર ખેલાડીનું નામ વિમલરાજ છે. તે વિપક્ષી ટીમના કાફલામાં રેડ કરવા ગયો હતો. રેડ દરમિયાન તે વિરોધી ખેલાડીઓથી બચવા કૂદી પડ્યો અને જમીન પર પડી ગયો. જે બાદ તેનું ત્યાં જ મૃત્યુ થયું હતું.

જ્યારે વિમલરાજ જમીન પર પડ્યો ત્યારે વિપક્ષી ટીમના એક ખેલાડીનો ઘૂંટણ તેની છાતીમાં જોરથી વાગ્યો. તે તેની બાજુમાં જવા માટે ઉભો થયો, પણ ઊભો થઈ શક્યો નહીં. ઉઠતી વખતે તે પડી ગયો. સાથી ખેલાડીઓની સાથે વિરોધી ટીમના ખેલાડીઓ પણ તેની પાસે પહોંચ્યા હતા. તરત જ પાણી લાવવા કહ્યું. પાણીનો છંટકાવ કર્યા પછી પણ તે જાગ્યો ન હતો ત્યારે તેના સાથીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. વિમલરાજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જે બાદ પરિવારજનોએ તેને દફનાવી દીધો હતો. પિતાએ તેમની વિજેતા ટ્રોફી વિમલરાજ સાથે દફનાવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું મોતહાર્ટ એટેકથી થયું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં ખેલાડીનું મોત કેવી રીતે થયું તે જોવા મળી રહ્યું છે.

Niraj Patel