જો તમને હંમેશા આર્થિક મુશ્કેલી નડતી હોય તો અજમાવી જુઓ આ ઉપાય પછી જુઓ ચમત્કાર જેનાથી કાળ પણ ડરે છે એવા કાલ ભૈરવની કૃપા મેળવવા માટે દરેક લોકો ઇચ્છુક હોય છે. ઉજ્જૈનથી 8 કિલોમીટર દૂર આવેલા કાલ ભૈરવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને તેમને મદિરાનો પ્રસાદ પણ અર્પણ કરે છે. જો કાલ ભૈરવ દેવની ખરા માંથી પૂજા કરવામાં આવે તો તે દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. આર્થિક રીતે પણ તમને સુખી સંપન્ન બનાવે છે.

ભગવાન શિવજીને આવેલા એક સમયે ગુસ્સાના કારણે કાલ ભૈરવની ઉત્પત્તિ થઇ હતી. માટે જ ભૈરવ ભગવાન શિવનું જ એક સ્વરૂપ છે. કાળ ભૈરવે ભગવાન બ્રમ્હાજીના એ મસ્તકને પોતાના નાખથી કાપી નાખ્યું હતું જે મસ્તકે ભગવન શિવનું અપમાન કર્યું હતું. ત્યારે બ્ર્મ્હહ્ત્યાના પાપના કારણે થયેલી આકાશવાણીના કારણે ભગવાન શંકર કાશીમાં સ્થાપિત થઇ ગયા હતા. શનિ અથવા રાહુ કેતુથી પીડિત વ્યક્તિ જો શનિવાર અને રવિવારના દિવસે કાલ ભૈરવના મંદિરમાં જઈને તેમના દર્શન કરે છે તો તેના બધા જ કામો સારી રીતે પૂર્ણ થઇ જાય છે. ભરાવની પૂજા અર્ચના કરવાથી પરિવારની અંદર સુખ*શાંતિ અને સમૃદ્ધિ સાથે સ્વાસ્થ્યની પણ રક્ષા થાય છે.

કાળ ભૈરવ અષ્ટમીના દિવસે રાત્રે બાર વાગ્યા પછી કાળ ભૈરવના મંદિરમાં જઈ સરસવના તેલનો દીવો કરવો. તેમને ભૂરા રંગના ફૂલ ચડાવો. ખાસ મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય તો કોઈપણ દિવસે જૂના કાળ ભૈરવ મંદિરમાં જઈ ત્યાં સાફ સફાઈ કરો. કાળ ભૈરવને સિંદૂર ચડાવો. શનિવારે રાત્રે બાર વાગ્યે ભૈરવ મંદિરમાં જઈ દહીં અને ગોળનો ભોગ ચડાવો. ભૈરવ યંત્રની ઘરે સ્થાપના કરી નિયમિત પૂજા કરો.

ભરાવની પૂજા કરતી વખતે કાળી અડદની દાળ, અને અડદથી બનેલા મિષ્ટાન, જલેબી, દહીં વડા, અને અને સૂકા મેવાનો ભોગ લગાવવો જોઈએ. આ ઉપરાંત સર્વનું તેલ, કાજલ, સિંદૂર અને ચમેલીના તેલથી શૃંગાર પણ કરવો. જો તમે પણ મુશ્કેલીઓથી ઘેરાયેલા હોય અને તેમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો નીચે મુજબના મંત્રોનો જાપ કરવો જોઈએ, જેનાથી ઘણો જ લાભ થશે.
- ॥ऊं भ्रं काल भैरवाय फ़ट॥
- ।। ॐ हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नम:।।
- || ॐ भयहरणं च भैरव: ||
- શત્રુઓના વિનાશ માટે – बटुकाय आपदुद्धारणाय कुरूकुरू बटुकाय ह्रीं।